સર્વ પિતૃ અમાસ પર 20 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, જાણી લો કેવી રીતે પિતૃઓને ખુશ કરશો
Trending Photos
નવી દિલ્હી :13 સપ્ટેમ્બર 2019 થઈ શરૂ થયેલ શ્રાદ્ધ પક્ષ (shradh vidhi) 28 સપ્ટેમ્બરના રોજ સર્વ પિતૃ મોક્ષ પક્ષ અમાસ (Srva Pitru Moksha Amavasya)ની સાથે સંપન્ન થઈ રહ્યું છે. આ વખતે સર્વ પિતૃ મોક્ષ અમાસ (Pitru Amavasya 2019) પર વિશેષ સંયોગ બની રહ્યો છે. 20 વર્ષ બાદ સર્વ પિતૃ મોક્ષ અમાસ (amavasya shradh vidhi) આવતીકાલે શનિવારે આવી રહી છે. આ દિવસે શ્રાદ્ધ (shradh) કરવુ બહુ જ ફળદાયક માનવામાં આવ્યું છે. પિતૃ પક્ષમાં શનિવારના દિવસે અમાસનો યોગ અત્યંત સૌભાગ્યશાહી છે. શ્રાદ્ધ પક્ષ (amavasya shradh)માં આ અમાસ બહુ જ મહત્વની હોય છે. આ દિવસે તમામ જ્ઞાત-અજ્ઞાત પિતૃઓનું નિમિત્ત શ્રાદ્ધ કરી શકાય છે.
આવી રીતે કરો પિતૃઓને સંતુષ્ટ
કેટલાક એવા સામાન્ય ઉપાય પણ છે, જેના કારણતી તમે તમારા પિૃતગણોને સંતુષ્ટ કરી શકો છો. પિતૃ પક્ષમાં પરિવારના પિતૃ દેવતા પૃથ્વી પર આવે છે. પરિવારના મૃત સદસ્યોની મૃત્યુ તિથી પર પિતૃ પક્ષમાં તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવામાં આવે છે. પિંડદાન, અન્ન અને જળ ગ્રહણ કરવાની ઈચ્છાથી પિતૃ દેવતા પોતાના પરિવારની પાસે આવે છે. તેમની તૃપ્તિ માટે શુભ કામ કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, આ શુભ કામોમાં પિતૃઓને શક્તિ મળે છે અને પિતૃ લોક સુધી તેઓ કુશળતાથી સફર કરી શકે છે. પિતૃ પક્ષમાં રોજ તર્પણ કરવું જોઈએ. જો રોજ શક્ય નથી, તો અમાસના દિવેસ તે કરવાનું ન ભૂલો. એક લોટામાં પાણી ભરો, જળમાં ફુલ, દુર્વા, ગોળ અને તલ મિક્સ કરો. આ જળ પિતૃઓને અર્પિત કરો. જળ અર્પિત કરવા માટે હાથની હથેળીમાં લઈને અંગૂઠાની તરફથી ચઢાવો.
પિતૃ અમાસ તિથિ અને શ્રાદ્ધ કર્મ મુહૂર્ત
- સર્વપિતૃ અમાસની તિથિ - 28 સપ્ટેમ્બર 2019
- અમાસની તિથિ આરંભ - 28 સપ્ટેમ્બરના રોજ સવારે 3 વાગીને 46 મિનીટથી
- અમાસની તિથિ સમાપ્ત - 28 સપ્ટેમ્બર 2019ના રોજ રાત્રે 11 વાગીને 56 મિનીટ સુધી
- કુતુપ મૂહુર્ત - 28 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગીને 48 મિનીટથી બપોરે 12 વાગીને 35 મિનીટ સુધી
- રોહિણ મુહુર્ત - બપોરે 12 વાગીને 01 વાગીને 23 મિનીટ સુધી
- અપરાહન કાળ - બપોરે 01 વાગીને 23 મિનીટથી 03 વાગીને 45 મિનીટ સુધી
કાળિયાર શિકાર કેસ : સલમાન ખાન કોર્ટમાં હાજરી આપશે કે નહિ?
પિતૃઓની તૃપ્તિ માટે કરો આ ઉપાય
સર્વ પિતૃ અમાસના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. હવે ગાયત્રી મંત્રનો જાપ કરીને સૂર્ય દેવને અધ્ય આપો. શ્રાદ્ધ કરવા માટે તમે કોઈ વિદ્વાન પુરોહિતને બોલાવી શકો છો. શ્રાદ્ધના દિવસે તમારી સક્ષમ શક્તિ અનુસાર ખાવાનુ બનાવો. ખાસ કરીને તમે જે વ્યક્તિનું શ્રાદ્ધ કરો છે, તેની પસંદ અનુસાર ખાવાનું બનાવો. ખાવામાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો. માન્યતા છે કે, શ્રાદ્ધના દિવસે સ્મરણ કરવાથી પિતૃ ઘરમાં આવીને ભોજન કરે છે અને તૃપ્ત થાય છે.
પિતૃઓની તૃપ્તિ માટે આ પણ કરો
તર્પણ અને પિંડ દાન કર્યા બાદ પુરોહિત કે બ્રાહ્મણને ભોજન કરાવો અને દક્ષિણા આપો. બ્રાહ્મણને દાન પણ કરી શકાય છે. દાનમાં ચોખા, દાળ, ખાંડ, મીઠું, મસાલા, કાચી શાકભાજી, તેલ અને સીઝનલ ફ્રુટ આપવાના હોય છે. બ્રાહ્મણ ભોજન બાદ પિતૃઓને ધન્યવાદ આપો અને જાણતા-અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગો. તેના બાદ તમારા પરિવાર સાથે બેસીને ભોજન કરો. સાંજના સમયે તમારી ક્ષમતા અનુસાર બે, પાંચ કે 16 દીવા પ્રગટાવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે