Heart Attack: ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થયો છે. રાજકોટ, દ્વારકા અને જામનગર હાર્ટ એટેકનો બનાવ બન્યો છે. જામનગરમાં MBBSમાં અભ્યાસ કરતાં કિશન માણેકને જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો છે. યુવકને એટેક આવ્યો ત્યારના CCTV પણ સામે આવ્યા છે. હાર્ટ એટેક આવતા યુવક ઢળી પડ્યો અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ કમનસીબે યુવકને બચાવી ન શકાયો અને મૃત્યુ થઈ ગયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો રાજકોટ અને દ્વારકામાં બે લોકોને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવનાર 39 વર્ષીય દિલીપ જાડાનું મૃત્યુ થયું, જ્યારે દેવભૂમિ દ્વારકામાં 21 વર્ષની યુવતી મોતને ભેટી છે. ખંભાળિયાના હર્ષદપુર વાડી વિસ્તારમાં રહેતી યુવતીના મૃત્યુથી પરિવારમાં શોક ફેલાયો છે. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો થયો છે. 


ડોક્ટરની સલાહ લેવાની જરૂર
તમારા શરીરમાં ફેરફાર થાય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. કાર્ડિયાક એરેસ્ટના કેસો પણ વધી રહ્યાં છે. જેમાં તાત્કાલિક સારવાર માટે લઈ ન જવાય તો મોતની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. આમ લોકોએ આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. 


શરીરમાં કેટલાક ફેરફાર થવા લાગે છે
મોટાભાગના લોકો એવું માને છે કે હાર્ટ એટેક અચાનક આવે છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. હાર્ટ એટેક આવવાનો હોય તેના એક મહિના પહેલાથી શરીરમાં કેટલાક ફેરફાર થવા લાગે છે. એટલે કે શરીરમાં કેટલીક પ્રોસેસ થાય છે. હાર્ટ એટેકના શરૂઆતથી સંકેતને જો સમજી લેવામાં આવે તો જીવ બચી જાય છે. તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં એવા 7 લક્ષણો વિશે જણાવ્યું છે જે શરીરમાં લગભગ એક મહિના પહેલાથી જોવા મળે છે.


હાર્ટ અટેકના શરૂઆતી લક્ષણો


  • છાતીમાં દુખાવો

  • છાતીમાં ભારેપણું

  • ધબકારા વધી જવા

  • શ્વાસ લેવામાં સમસ્યા

  • છાતીમાં બળતરા

  • થાક લાગવો

  • ઊંઘ સંબંધિત સમસ્યા


પુરુષોની સરખામણીમાં મહિલાઓને હાર્ટ અટેક પહેલાં આ લક્ષણ વધારે જોવા મળે છે. 50 ટકા મહિલાઓને હાર્ટ એટેક આવતા પહેલાં ઊંઘ સંબંધિત સમસ્યા થાય છે. છાતીમાં દુખાવો હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે જે પુરુષોમાં અને મહિલાઓમાં સમાન રીતે જોવા મળે છે. આ તમારે ખાસ સાવચેત રહેવાની જરૂર છે. ઘરમાં પણ કોઈ વ્યક્તિ આ મામલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરે તો તેમને તબીબ પાસે ચેક કરાવવાની સલાહ જરૂર આપો...