અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા માવઠાંને કારણે ખેડૂતો પરેશાન છે. માવઠાને કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ફરી ખેડૂતો માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં જૂન મહિના સુધી માવઠું થશે. અંબાલાલ પટેલે કહ્યુ કે, કમોસમી વરસાદની સાથે ભારે ગરમી પણ પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે માવઠાને કારણે આ વર્ષે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય માટે ત્રણ દિવસ ભારે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 31 માર્ચથી ફરી માવઠું થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠું થઈ શકે છે. આગામી ત્રણ દિવસ રાજ્ય માટે ભારે રહી શકે છે. ઘણા વિસ્તારોમાં આ દરમિયાન વરસાદ પડી શકે છે. ત્યારબાદ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટો આવશે. ત્રણથી આઠ એપ્રિલ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો 8થી 14 એપ્રિલ સુધી કમોસમી વરસાદ, કરા પડી શકે છે. એટલે કે ખેડૂતોએ આ દરમિયાન પોતાના પાકને સાચવીને રાખવો પડશે. 


આ પણ વાંચોઃ પોશ વિસ્તારની સ્વરૂપવાન યુવતીએ સગીરને સેક્સની લત લગાડી લાખો રૂપિયા પડાવ્યાં


રાજ્યમાં ગરમી પણ વધશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 22 એપ્રિલ એટલે કે અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. તેમણે કહ્યું કે એપ્રિલ બાદ મે મહિનામાં આંધી-વંટોળ આવી શકે છે. તેમણે ગરમીની આગાહી કરતા કહ્યું કે, એપ્રિલના બીજા સપ્તાહમાં ભારે ગરમી પડી શકે છે. તેમણે કહ્યું કે માવઠાને કારણે ભારે ગરમી પડશે. અંબાલાલ પટેલના મતે આ વર્ષે માવઠાં પડવા છતાં ચોમાસા પર તેની કોઈ અસર થશે નહીં. 


જૂન મહિનામાં ફરી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આપેલી માહિતી પ્રમાણે 17 જૂન બાદ રાજ્યમાં આંધી તોફાન સાથે વરસાદ પડી શકે છે. એટલે કે રાજ્યમાં આ દરમિયાન ખેડૂતો માટે મહત્વનો સમય રહેવાનો છે. માવઠાને કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે. જેથી ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 


આ પણ વાંચોઃ રીવાબાએ પણ બેટ ઉપાડ્યું : પતિ સ્ટાર ક્રિકેટર હોય તો પછી પત્ની કેમ પાછળ રહી જાય?


અંબાલાલ પટેલે કહ્યું કે, હવામાનને કારણે બાગાયતી અને અનાજ તથા કપાસના પાકોમાં ઇયળો પડવાની સંભાવના રહેશે. તેમણે કહ્યું કે કેરીના પાકમાં આંબાના મોર ગળી જશે. એટલે કે કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતી છે. તેમણે કહ્યું કે મે મહિના બાદ બાકી રહેલી કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube