રાજકોટ: શહેરમાં પથ્થરોથી 3 લોકોની હત્યા કરનારા સ્ટોન કિલરની ગઇ કાલે પથ્થર મારીને જ હત્યા થઇ ગઇ હતી. આ મુદ્દે પોલીસ દ્વારા એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બે ની શોધખોળ ચાલી રહી છે. હત્યારો મહેશ ઉર્ફે કાળીયો અગાઉ 2009માં ત્રણ ભિક્ષુકોની પથ્થર મારીને હત્યા કરવાનાં ગુનામાં સાગર ભૈયા નામના વ્યક્તિ સાથે ઝડપાયો હતો. તેની હત્યા પણ પથ્થરમારીને કરવામાં આવતા ચકચાર મચી છે. સ્ટોન કિલરનો મૃતદેહ ગઇકાલે મવડી નવરંગપરા 11 માં આવેલા કારખાનાની છત પરથી મળી આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કેન્દ્ર કમલમને આખરે આંશિક બંધ કરાયું, પ્રવક્તા સહિત 7ને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ

માલવીયાનગર પોલીસે હત્યાનો ભોગ બનનારા મહેશ ઉર્ફે કાળુના ભાઇ ભરત સનુરા (ઉ.વ 46) ની ફરિયાદ બાદ અજાણ્યા શખ્સો વિરુદ્ધ IPC 302, 135 (1)  અનુસાર ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી લીધી હતી. જ્યારે બાકીનાં 2 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. અંદરોઅંદર માથાકુટના કારણે હત્યા થઇ હોવાનું પણ સામે આવ્યું છે. હત્યાનો ભોગ બનનારાના મોબાઇલમાંથી જ હત્યારાઓએ પોલીસ કંટ્રોલ રૂમ અને 108ને ફોન કરીને કારખાના પર મૃતદેહ પડ્યો હોવાની માહિતી આપી હતી.


રાજકોટ: મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ અને પછી...

2009માં પથ્થરના ઘા મારી 3 ભિક્ષુકોને મોતને ઘાટ ઉતારનારા સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશને પથ્થરોના ઘા મારી હત્યા કરી દેવાઇ હતી. તેનો મૃતદેહ માથુ છુદાયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ પોલીસે તેનો મૃતદેહ હોસ્પિટલે ખસેડી વધારે તપાસ આદરી છે. આ હત્યા અંગે હાલ લોકોમાં આ ઘટના અંગે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube