ઝી બ્યુરો/સુરત: વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં સુરતમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારાની ઘટના બની છે. રાજમાર્ગ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બનતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બીજી બાજુ આ ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના રાજમાર્ગ વિસ્તારમાં મોડી સાંજે બે જૂથ સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં બન્ને જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. જાણવા મળી રહ્યું છે કે પાથરણા મુકવા જેવી બાબતમાં બન્ને જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને પછી આ ઘટના બની હતી.


સાવધાન! ફરી ગુજરાતમાં ધડાધડ પાડી રહ્યો છે કોરોના; ત્રણના મોત, એક્ટિવ કેસમાં વધારો


પથ્થરમારાની આ ઘટનામાં એક યુવાન ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. બીજી બાજુ પોલીસને ઘટનાની જાણકારી મળતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.