મૌલિક ધામેચા, અમદાવાદ : અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. આ પથ્થરમારામાં બે પોલીસકર્મી પ્રાથમિક રીતે ઘાયલ થયા છે. આ ઘટના પછી  વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. આ મામલામાં જુહાપુરાના ગુલાબપાર્કમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને પોલીસે 15 જેટલા લોકોની અટકાયત પણ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના જુહાપુરાને હોટ સ્પોટ વિસ્તાર જાહેર કરાયેલો છે તેમ છતાં લોકો લોકડાઉનનો ભંગ કરે છે. ક્લસ્ટર કોરોન્ટાઇન કરાયેલા લોકો ઘરમાંથી બહાર નીકળતા પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે પણ આમ છતાં મામલામાં સઘન તપાસ ચાલી રહી છે. 


આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા પોઝિટિવ કેસનો ખુલાસો કર્યો છે. જાહેર કરાયેલી માહિતી પ્રમાણે નવા 70 કેસ નવા પોઝિટિવ આવ્યા છે અને આ તમામ કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી જ આવ્યા છે. આ સિવાય આજે 3 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 328 થયા છે અને કુલ મૃત્યાંક 19 થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube