ગણેશ વિસર્જનના સમયે ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ, જાણો કયા માર્ગ કરાયા બંધ
કોરોના મહામારી અને ગણેશ વિસર્જનના સમયે ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે.
અતુલ તિવારી, અમદાવાદ: કોરોના મહામારી અને ગણેશ વિસર્જનના સમયે ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે.
સબારમતી નદીના પટ તરફ જતા માર્ગો પર પતરાં મારી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. કેમ્પ હનુમાનથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીમાં અનેક જગ્યાએ પતરાં મારવામાં આવ્યા છે. ગણેશ વિસર્જન માટે લોકો સાબરમતી નદીના પટમાં ના જાય તે માટે પતરાં મારી માર્ગ બંધ કરાયો છે. ગણેશ સ્થાપના કરી છે તે તમામ લોકો કોરોના સંક્રમણને જોતા ગણેશ વિસર્જન વિધિવિધાન પૂર્વક પોતાના ઘરે જ કરે તેવી અગાઉથી તંત્રએ વિનંતી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર