ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્રના લોકમેળામાં જે ભાતીગળ રંગો જોવા મળી રહ્યાં છે દુનિયાના કોઈ મેળામાં જોવા મળતા નથી. અહીં એક તરફ આનંદ વિખરાયેલો જોવા મળે છે, તો બીજી તરફ ખાણીપીણીની જલસો... એક તરફ મોજ કરાવતી રાઈડ્સ છે તો બીજી બાજુ એવા ખેલ જે મોતના કુવામાં ખેલાય છે. ‘મોતનો કુવો’ નામ સાંભળીને જ ફફડાટ ફેલાઈ જાય છે. આ નામ સાંભળીને જ આપણને ખ્યાલ આવી જાય કે અહી જિંદગી દાવ પર મૂકી કરતબબાજો અવનવા ખેલ કરી કરે છે. જેમાં સ્ટંટબાજો જીવ સટોસટીના એવા ખેલ ખેલે કે જોનારા આંખની પલક ઝબકાવવાનું ભૂલી જાય. રાજકોટમાં 2 વર્ષ બાદ શરુ થયેલા લોકમેળામાં મોતના કૂવાને નિહાળીને લોકોમાં પણ આંનદની લાગણી છવાઈ ગઈ છે. જયારે આ મોતના કુવામાં લોકોને મનોરંજન પિરસતા કરતબબાજોને રોજીરોટી મળી છે અને તેમના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. બે વર્ષ બાદ કમાણીનો મોકો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના લોકમેળામાં 40 કરતબબાજો કરતબ બતાવી રહ્યા છે. આજથી 40 વર્ષ પહેલાના કરતબો અલગ હતા. ઉત્તર પ્રદેશમાં ખાડો ખોદી તેની આસપાસ પાટીયા ઉભા કરી સાયકલ પર સ્ટંટ થતા હતા. જે બાદ ધીમે ધીમે આ મોતના કૂવા ઉતરપ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં શરૂ થવા લાગ્યા. તે પછી મેળામાં ‘મોતના કૂવા’ નામનું અલગ સેક્શન ઉભુ થવા લાગ્યું. જે લોકોને તે ખૂબ પસંદ પડવા લાગ્યા. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બે વર્ષ બાદ આ વર્ષે મેળામાં મોતનો કૂવો જોવા મળી રહ્યો છે. 


આ પણ વાંચો : આ નેતાએ પીએમ મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા, જન્માષ્ટમીએ કહી દીધી મોટી વાત


આ મોતના કુવાના ખાસિયત એ છે કે, તેમાં યુવતીઓ પણ જીવ જોખમમાં મૂકાય તેવા સ્ટંટ કરી રહી છે. 40 કરતબબાજોની વચ્ચે 10 યુવતી છે, જે ખુલ્લા હાથે કાર અને બાઈક ચલાવી લોકોને હેરત પમાડે છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં આ યુવતીઓએ જણાવ્યું કે તેઓ કેવી રીતે સ્ટંટ કરે છે અને સ્ટંટ કરીને કેવુ લાગે છે. 



(મોતના કૂવામાં બે અન્ય ગાડીઓ ફરતી હોય તો પણ પિંકીને ડર લાગતો નથી) 


મોતના કુવામાં બાઈક ગોળ ગોળ ફેરવતી પિંકીએ જણાવ્યું કે, તે ઉત્તરપ્રદેશના બરેલીથી આવે છે. છેલ્લા 12 વર્ષથી મોતના કુવામાં બાઇક પર સ્ટંટ કરી લોકોને મનોરંજનના ભાગ રૂપે અલગ અલગ કરતબ કરે છે. તેને આ માટે ખાસ તાલીમ લીધી છે. મોતના કૂવામાં કામ કરવાનું પસંદ કર્યું ત્યારે પરિવારજનોએ ના પાડી હતી. જોકે પરિવારની રોજી રોટી માટે કામ કર્યું હતું. હવે કોઈ ડર નથી લાગતો. મોતના કૂવામાં સ્ટંટ કરવા જતી વખતે તે ઈશ્વરને પ્રાર્થના કરે છે અને જીવ સ્ટોસટીનો ખેલ શરૂ કરે છે. 


આ પણ વાંચો : ઓડી હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો : ડ્રાઈવરે નિર્દયી રીતે યુવકને કચડ્યો હતો, માલિકને શ્વાન અથડાયો હોવાનું કારણ આપ્યું


સ્ટંટ કરવાનુ કેવી રીતે શરૂ કર્યું તે વિશે પિંકીએ જણાવ્યું કે, હું 11 12 વર્ષની હતી ત્યારે મારે ઘરે બુલેટ હતી. મને શીખવાનો શોખ જાગ્યો હતો, તેથી મારા ભાઈના મિત્ર પાસેથી બાઈક ચલાવતા શીખી હતી. તેના બાદ મને સ્ટંટ કરવાનો શોખ જાગ્યો. આ કામ માટે મેં પરિવારને પૂછ્યુ તો તેમણે પહેલા ના પાડી પણ મેં જીદ પકડી હતી તેથી તેઓ રાજી થયા હતા. 



(યુપીના મોહંમદ અશ્વાક ખાન)


તો અન્ય સ્ટંટમેન યુપીના મોહંમદ અશ્વાક ખાને કહ્યું કે, પહેલા તો ખૂબ પ્રેક્ટિસ કરવી પડી છે. બે-ત્રણ વર્ષ સુધી પ્રેક્ટિસ કરી ત્યારે જઈને શીખ્યા. લગભગ 20 વર્ષની ઉંમરમાં મેં આ કામ કરવાનુ શરૂ કર્યુ હતું. 


આ પણ વાંચો : આજની પોઝિટિવ સ્ટોરી : ASI શૈલેષે પોતાના જીવની પરવાહ ન કરી, નર્મદામાં મોતની છલાંગ લગાવનાર મહિલાને બચાવી 


દેશભરમાં જ્યાં પણ મેળો યોજાય ત્યાં આ સ્ટંટબાજો પહોંચી જતા હોય છે. જે તેમના રોજીરોટીનું પણ સાધન છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મેળાની શરૂઆત થયાના માત્ર બે દિવસ પહેલા જ આ કરતબબાજોએ પ્રેક્ટિસ કરી હતી અને આજે દિવસ દરમિયાન લગભગ 25 થી 30 શોમાં સ્ટંટ કરી રહ્યા છે.