ઝી બ્યુરો/અમદાવાદ: આજકાલ લોકો એકલતા દૂર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે, પરંતુ ક્યારેક સોશિયલ મીડિયા જ તેમના માટે ભારે પડી જતું હોય છે. આવો જ એક વિચિત્ર કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાની બિમાર દીકરીના સારા સ્વાસ્થ્ય માટે બ્રહ્મચર્ય વ્રત પાળવાનું નક્કી કર્યું. પરંતુ પત્નીને કંઈક અલગ જ મંજૂર હતું. જાણે માતાને દીકરીની કંઈ જ પડી નહોતી, તેમ એકલતા દૂર કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો. સોશિયલ મીડિયામાં માતાએ ફેસબુક પર એક નહીં, બે-બે પ્રેમી બનાવી દીધા અને પછી શરૂ થયો મોટો ખેલ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે 18 કરોડનું ચરસ દરિયામાં તરતું મળ્યું! જાણો ગુજરાતમાં ક્યાંથી મળ્યા ચરસના પેકેટ?


મહિલાને ફેસબુક પર 2 પ્રેમી 4 લાખમાં પડ્યા!
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે બિમાર દીકરીના સારા સ્વાસ્થ્ય માટે નરોડા વિસ્તારમાં રહેતા એક લાચાર પિતાએ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હતું. સાત વર્ષની દીકરી એક વર્ષથી બીમાર છે. જેથી એક બાપે પોતાની દીકરીની દવાની સાથે દુઆનો આશરો લેતા સારા સ્વાસ્થ્ય માટે બ્રહ્મચર્ય વ્રત પાળવાનું નક્કી કર્યું. પતિ પૂરતો સમય આપી ન શકતાં હોવાથી પત્ની એકલતા અનુભવવા લાગી. પોતાનું એકલતાપણું દૂર કરવા માટે પત્નીએ સોસિયલ મીડિયા ફેસબુકમાં અજાણ્યા લોકો સાથે વાતો કરતી અને ધીમી ધીમે બે શખ્સોના પ્રેમમાં પડી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં બનેલા બંને પ્રેમીએ મહિલાને બ્લેકમેઈલ કરીને 4 લાખ રૂપિયા પડાવ્યા. તમને જણાવી દઈએ કે મહિલા ડિપ્રેશનનો શિકાર હતી અને મનોચિકિત્સક પાસે દવા ચાલતી હતી.


અંબાલાલે ભારે કરી! કહ્યું; શ્રીલંકા પાસે એક વરસાદી સિસ્ટમ બનશે, જે વાવાઝોડું લાવશે!


મહિલાની માતાએ અભયમનો સહારો લીધો!
આટલેથી અટક્યું નહોતું. હજું તો મહિલા એક ઘટનામાંથી સરખી રીતે બહાર પણ નીકળી શકી નહોતી અને એક રિક્ષા ચાલકના પ્રેમમાં પડી હતી. પરંતુ મહિલાની માતાને આ વાતની ખબર પડી ગઈ હતી. જેથી મહિલાની માતાએ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમે કાઉન્સેલિંગ કરતાં મહિલા એકલતા અનુભવતા મિત્રો બનાવ્યાં હોવાનું જણાવી પોતાની ભૂલ સ્વીકારી હતી. પછી અભયમની ટીમે યોગ્ય માર્ગદર્શન આપી મહિલાને સમજાવીને ખોટા માર્ગે ન જવા અટકાવી હતી. 


સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CMનું સંબોધન: 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાશે