ભાવનગર : જિલ્લાના ઘોઘા તાલુકાના સુરતા અને હોઇદડ ગામની ગૌચરની જગ્યા અને માલિકીના ખેતરો 20થી 50 ફૂટ સુધીના ડુંગરમાં ફેરવાઇ જતા આશ્ચર્ય જોવા મળ્યું હતું. ગૌચરની જમીન તો પહાડ જ બની ગઇ હતી. જ્યારે જમીનોમાં મહાકાય તિરાડો પડી ગઇ હતી. GPCL દ્વારા કરાયેલા માઇનિંગના માટીના મોટા ઢગલા કરવામાં આવ્યા હતા. જો કે અચાનક તે જમીનની અંદર ઘસી ગયા હતા. જેના કારણે આસપાસની જમીન ઉંચી થઇ ગઇ હતી અને માટીમાં તિરાડો પડી ગઇ હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સુરકા અને હોઇદડ ગામની વચ્ચે આવેલી ગૌચરની 8 વિઘા જમીન અને ખેડૂતની માલિકીની 8 વિઘાટ સહિત કુલ 16 વિઘા જેટલી સમથળ જમીનમાં ડુંગર સર્જાઇ ગયો હતો. આ બનાવ નવા વર્ષે થતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. નવા વર્ષ બાદ ખેડૂતો જતા તેમની જમીન ડુંગરામાં પરિવર્તિત થઇ ગઇ હતી. આ વિસ્તારમાં લિગ્નાઇટનું ખનન કરતી GPCL કંપનીએ 200થી 250 ફૂટ ઉંચા માટીના ગંજ ખડકી દીધા હતા. જે ડમ્પ જમીન તોડી અંદર સમાઇ ગઇ હતી અને ગેબી વિસ્ફોટ થયો હતો. જેના પગલે આસપાસની ગૌચરની જમીન અને આસપાસની આઠ વિઘા જમીન ખેડૂતની માલિકીની જમીન ડુંગરમાં પરિવર્તિત થઇ હતી. ખેતરોની માટી 20થી 50 ફૂટ ઉપર ઉપસી આવી ડુંગરમાં ફેરવાઇ ગઇ હતી. 

જો કે ડુંગરમાં પરિવર્તિત થઇ જતા અને મોટી મોટી તિરાડો પડી જતા સ્થાનિકોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે. બાડી ગામ નજીક લિગ્નાઇના માઇનિંગની કામગીરી શરૂ હોય તેમાંથી નીકળતી માટી નજીક હોઇદડ અને સુરકા ગામની ગોચરની જમીન નજીક ઠાવવામાં આવી રહી છે. લાખો ટન માટી ઠાલવવાના કારણે મોટા ઢગ થયા હતા. જેથી જમીનનાં તળ મુળ લેવલથી 30 ફૂટ કરતા વધારે ઉચકાઇ ગઇ હતી. જ્યારે કેટલાક સ્થળ પર ખેડૂતોની ખેતીની આઠ વિઘા જમીન પણ ઉંચી આવી ગઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube