મૌલિક ધામેચા/અમદાવાદ : ગ્રામ્ય LCB પોલીસે એક એવા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે. જેની મોડેસ ઓપરેન્ડી સાંભળી તમે પણ ચોકી ઉઠશો. કેમકે ત્રણ મહિનાથી ચોરીના ઈરાદે  આ શખ્સે છ કિલો વજન ઉતાર્યું અને ત્રણ વર્ષ અગાઉ જ્યાં ઘરઘાટી તરીકે કામ કરતો તે ઘરમાં ચોરીને અંજામ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં પહેલા હીરોઇન આવી અને પછી હેરોઇન આવ્યું, શું કંઇક અલગ જ રંધાઇ રહ્યું છે?


રાજ્યભરમાં ઘરફોડ ચોરીના અનેક બનાવો સામે આવ્યા અને આરોપીઓને પૂછપરછ કરતા અનેક નવી મોડેસ ઓપરેન્ડી પણ તમે સાંભળી હશે, પરંતુ આ કિસ્સો સાંભળી તમે પણ ચોંકી ઉઠશો કે આટલો માસ્ટરમાઈન્ડ ઘરફોડ ચોર હોઈ શકે ખરો. પરંતુ હકીકત છે કે પકડાયેલ આરોપી મોતી ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ઘરઘાટી તરીકે અલગ-અલગ ઘરોમાં નોકરી કરતો હતો. પરંતુ નોકરી તો માત્ર બહાના માટે હતી અને ઈરાદો હતો ઘરમાં મોટો હાથ ફેરો કરવાનું હતું. ચોરી કરવા માટે મોતી ચૌહાણે આ ત્રણ મહિનામાં 5 થી 6  કિલો વજન પણ ઘટાડ્યું હતું. જેથી કરી ચોરી કરવા માટે ઘરની ગ્રીલમાંથી અંદર પ્રવેશ મેળવી શકે. પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ શખ્સને ધ્યાનથી જુઓ બાપુ તેની પર ઘરફોડ ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. એક બે લાખની ચોરી નહીં પરંતુ 37 લાખનો મુદ્દામાલ ચોરી કરી તેને આ મુદ્દામાલને એક જમીનમાં દાટી દીધો હતો પરંતુ આ તમામ ખુલાસાઓ આરોપીના ઝડપાયા પછી સામે આવ્યા છે. 


AMRELI માં વિચિત્ર સ્થિતિ: સહાય માંગે તો કહે સર્વે ક્યાં? સરકાર કહે છે સર્વે થઇ ગયો છે


ઘરફોડ ચોરીના બનાવની વાત કરીએ તો દિવાળીના દિવસોમાં વસંત બિહાર બોપલ ખાતે રહેતા વેપારી પરિવાર સાથે રજાઓ માણવા બહાર ગયા હતા. દરમિયાન ચોરી કરી હાથફેરો મારવા આરોપી મોતી ચૌહાણે પહેલેથી જ પ્લાન ઘડ્યો હતો. જેના માટે મોતી ચૌહાણે છેલ્લા ઘણા સમયથી ઘરની રેકી કરવાનું ઘરઘાટી તરીકે કામ કરતા વ્યક્તિના સંપર્કમાં રહેવાનું અને સીસીટીવીમાંના આવે તે પ્રકારે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ પોલીસ પકડથી બચવા માટે તમામ પ્લાનિંગ કરી રાખ્યા હતા. પરંતુ કહેવાય છે કે, ચોરી કરનારની એક ભૂલ પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા માટે ખુબજ મહત્વનું કડી સાબિત થતી હોય છે. તેમ આ કેસમાં પણ બન્યું અને પોલીસે બનાવના સ્થળે થી મળેલી જેવા અત્યાર ના આધારે આરોપીની ઓળખ કરી અને ગણતરીના દિવસોમાં રાજસ્થાનથી ઝડપી પાડયો.


હીરોઇનને પણ ટક્કર મારે તેવી આ SEXY યુવતીઓ યુવાનોને ભોંયરામાં બોલાવીને પછી...


પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ એ વાતની પણ કબૂલાત કરી હતી કે તેને ચોરી કરેલ મુદ્દામાલ એક અવાવરુ જગ્યાએ દાટીને મૂક્યો છે. અને ચોરી કરવા માટે જાય ત્યારે પોલીસને શંકા ન જાય તે માટે સાઇકલનો ઉપયોગ કરતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીમાં 37 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસ અવાર નવાર અપીલ કરી રહી છે કે પોતાના ત્યાં ઘરઘાટી કે કામ પર રાખનાર વ્યક્તિનું અવશ્ય રજીસ્ટ્રેશન પોલીસની વેબસાઇટમાં કરાવે. જેથી આવા બનાવોનો ભેદ ઉકેલવા સમયે પોલીસને આરોપી શોધવામાં મદદ મળી શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube