મુસ્તાક દલ/જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રખડતા શ્વાને એક ચાર વર્ષના માસુમ બાળક પણ જીવલેણ હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એક ભયાનક આગાહીથી લોકો ચિંતામાં; ગુજરાતમાં આગામી 5 દિવસ કંઈક મોટું થવાના એંધાણ!


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે ઈશ્વર પરમાર નામનો એક ચાર વર્ષનો બાળક વિશ્વાસ પરમાર જેને રખડતા શ્વાને હુમલો કરતા બાળકને બચકા ભરી લીધા હતા અને બાળકને મોઢા પર અને આંખોમાં ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક જામનગરની જી જી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાને લઈને બાળકના પરિવારમાં પણ તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.


કરૂણ અંત: પ્રેમિકાને ફ્લેટમાં એકાંત માણવા બોલાવી, પછી એવું તે શું થયું કે પ્રેમીએ...


જોકે શહેર કક્ષા બાદ હવે ગ્રામ્ય પંથકમાં પણ રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને નાના બાળકોથી લઇ અનેક લોકો તેનો શિકાર થઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેના પગલે લોકોમાં પણ હવે રખડતા શ્વાનને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


નવું સીમકાર્ડ ખરીદતા પહેલા ચેતજો! પ્રિ એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ