Ahmedabad News : અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરનો આતંક ગુપ્ત રીતે વધી રહ્યો છે. જી હા,,, અમદાવાદમાં રાત પડતાં જ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓની મિલીભગતથી રસ્તાઓ પર રખડતાં ઢોર અડ્ડો જમાવી દે છે અને વાહન ચાલકો અકસ્માતના જોખમે પોતાનું વાહન ચલાવીને પસાર થવા મજબૂર બની જાય છે. અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસ અને વધતા જતા અકસ્માતો બાદ ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકાના અધિકારીઓનો કાંઠલો પકડીને નવી ઢોર નીતિનું પાલન કરાવવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ AMCના ભ્રષ્ટ અધિકારીઓ હાઈકોર્ટની આંખોમાં ધૂળ નાખવા માટેનો તખ્તો તૈયાર કરીને અમલમાં મૂકી દીધો છે. સોગંદનામું રજૂ કરતી વખતે હાઈકોર્ટને બતાવવા માટે AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે. જી હા,,, ગુજરાત હાઈકોર્ટની આંખોમાં ધૂળ નાખવાનું કામ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના રસ્તા ઢોરવાડ બન્યા
અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ તમાશો જોઈ રહ્યા છે પરંતુ કોઈને પણ વાહન ચાલકોની ચિંતા નથી. અમદાવાદના કમિશનર સાહેબ જરા જુઓ તમારા નેતૃત્વમાં તમારી ઢોર પાર્ટી શું ખેલ ખેલી રહી છે. અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ પર રાત્રે એક ચક્કર લગાવો એટલે ખબર પડશે કે રાત્રે રસ્તાઓ કેવી રીતે ઢોરવાડો બની જાય છે અને વાહનચાલકો માટે જે રોડ બનાવ્યા છે તેના પર અડીંગો જમાવી દે છે. જો રખડતાં ઢોરથી વાહન ચાલકોનો અકસ્માત થશે અને તેમાં કોઈનો જીવ જશે તો શું અમદાવાદ મહાનગર પાલિકા પીડિત પરિવારને વળતર આપશે? 


હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાને ધમરોળશ


ગુજરાત હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન
જો હા તો શું અધિકારીઓ પોતાના ઘરમાં આપશે કે પછી જનતાએ ભરેલા ટેક્સની તિજોરીમાંથી વળતર અપાશે? ZEE 24 કલાક પૂછે છે સવાલ- શા માટે તમે હપ્તા લઈને અમદાવાદ શહેરના રસ્તાઓને રાત્રે ઢોરવાડો બનાવી રહ્યા છો? શા માટે તમે ગુજરાત હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને રાત્રે રખડતાં ઢોરને છૂટ આપી રહ્યા છો? આ જાહેર રસ્તાઓ પર રખડતાં ઢોર નથી અને કોઈની માલિકીનાં છે તો પછી તમે ઢોરની ઓળખ માટે લગાવેલા ટેગથી ઢોર માલિકની ઓળખ કેમ કરતા નથી? રખડતાં ઢોર રસ્તા પર ગંદકી કરે છે તે ગંદકીથી ચોમાસામાં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધે છે તે માટે જવાબદાર કોણ? એક તરફ પ્રજાના પૈસે રસ્તાઓની સફાઈ અને બીજી તરફ હપ્તા લઈને રસ્તાઓ પર ગંદકી કરવાની છૂટ કોણ આપી રહ્યું છે? 


શું રખડતાં ઢોરનો હપ્તો પોલીસ સુધી પણ પહોંચી રહ્યો છે? 
અમદાવાદના મેયર મેડમ પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સાહેબ જરા રાત્રે તમે પણ અમદાવાદ શહેરમાં એક ચક્કર લગાવો અને જુઓ કે કેવી રીતે આપણું અમદાવાદ શહેર રાત્રે ઢોરવાડામાં ફેરવાઈ જાય છે? સૌથી મોટો સવાલ એ છે કે રાત્રે દારૂ પીને ફરવા નીકળતા નબીરાઓની તપાસમાં નીકળતી પોલીસને આ રખડતાં ઢોર કેમ દેખાતાં નથી? શું રખડતાં ઢોરનો હપ્તો પોલીસ સુધી પણ પહોંચી રહ્યો છે? બેદરકાર તંત્ર જવાબ આપે કે રાત્રે ઢોર પકડવાની ડ્રાઈવ કેમ બંધ કરી દીધી છે અને કેમ ટેક્સ ભરતી પણ જનતાને સુરક્ષા પૂરી પાડવાના બદલે તમે રખડતાં ઢોરના માલિકો સાથે સાંઠગાંઠ કરી લીધી છે? 


દેશની 15 AIIMS માં ખાલી પડેલી જગ્યા ભરાશે, ઓગસ્ટ મહિનાની આ તારીખ સુધી કરી શક્શો અરજી


રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો ખેલ ક્યારથી ચાલી રહ્યો છે
ગુજરાત હાઈકોર્ટ પણ આ દ્રશ્યો જુએ અને તંત્રનો કાંઠલો પકડીને ફરીથી પૂછે કે અંધારી રાતમાં અમદાવાદ મહાનગર પાલિકાના સાહેબોએ આ શું ધંધા માંડ્યા છે? ક્યાં ઢે CNCD વિભાગની ઢોર પકડતી ટીમો? અમદાવાદ શહેરના રસ્તાઓ પર રાત્રે શું સ્થિતિ હોય તેના CCTV પણ હાઈકોર્ટમાં મંગાવવામાં આવે જેથી ખબર પડે કે રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો ખેલ ક્યારથી ચાલી રહ્યો છે અને કેટલા વિસ્તારોમાં ચાલી રહ્યો છે. જો હાઈકોર્ટ આ એક જ આદેશ કરશે તો શહેરના મોટા ભાગના વિસ્તારોના CCTV કેમેરા બંધ છે એવો જવાબ મળશે તો અથવા તો ફૂટેજ ડીલીટ થઈ જશે. કેમ કે, તંત્રને ખબર છે કે તેઓ હાઈકોર્ટની આંખોમાં ધૂળ નાખીને ટેક્સ ભરતી જનતાને બદલે રખડતાં ઢોરને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે.