અતુલ તિવારી/ અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી પરિક્ષાની કામગીરીમાં ગુલ્લી મારતા શિક્ષકોને ત્રણ હજાર રૂપિયા જેટલો દંડ ફટકારવામા આવશે. જેનો વિરોધ શાળા સંચાલક મંડળ કરી રહ્યુ છે. આગામી માર્ચ માસમા ધો.10 અને ધો.12ની પરિક્ષા યોજાનાર છે, ત્યારે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામા આવી રહી છે. જેમાં બોર્ડની કામગીરીમા હાજર ન થનાર શિક્ષકોને 3 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંજુલા-વસંત કેસમાં કોર્ટે પણ સ્વિકાર્યું કે વગદાર લોકો કેસ નબળો પાડી શકે છે


કેન્સરનો ડર બતાવીને મહિલા દર્દીઓનું યૌન ઉત્પીડન કરતો ગુજરાતી ડોક્ટર મનીષ શાહ દોષિત જાહેર થયો
ખાસ કરીને ખાનગી સ્કુલના શિક્ષકો બોર્ડની કામગીરીથી અગળા રહેતા હોય છે. જેને કારણે કામગીરીમાં વિલંબ થાય છે જે હેતુથી શિક્ષકોને આદેશ આપ્યા છતા પણ હાજર ન થાય તો શિક્ષકને 3 હજાર અને જો શાળા દ્વારા શિક્ષકનો ઓર્ડર છતા સ્કુલ દ્વારા કામગીરી માટે છુટા કરવામાં ન આવે તો સ્કુલને 3 હજારનો દંડ થશે. બોર્ડના આ ઓર્ડરથી શિક્ષક સંઘમાં નારાજગી જોવા મળી રહી છે. શિક્ષક સંઘનુ માનવુ છે કે બોર્ડની જોહુકમી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જ નુકસાન થાય છે. બોર્ડ દ્વારા સ્કુલના વિદ્યાર્થીદીઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવવી જોઇએ જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube