અમદાવાદ : અમદાવાદ રથયાત્રાને પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર તંત્ર પોતાની રીતે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ ઉપરાંત રથયાત્રાને ધ્યાને રાખીને આનુષાંગીક તૈયારીઓ પણ કરવામાં આવી છે. રથયાત્રાને લઈ AMTS અને BRTS ના રૂટમાં પણ પરિવર્તન કરવામાં આવ્યા છે. Amts ના 105 રૂટની 483 બસોને થશે અસર. 46 રૂટની 271 બસ ડાયવર્ટ કરવામાં આવશે. 57 રૂટની 209 બસ ટૂંકાવવામાં આવશે. 2 રૂટની 3 બસો બંધ રહેશે. Brts ના 5 રૂટ બંધ રહેશે અને રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવમાં આવી રહ્યું છે: નીતિન પટેલ


રથયાત્રામાં જોડાનારા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. કોરાના કાળ વચ્ચે રથયાત્રાની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, રથયાત્રામાં મર્યાદિત લોકો જ જોડાવાના છે. રથયાત્રામાં જોડાનાર લોકોના મંદિર ખાતે કરવામાં આવ્યા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૧૨૦ ખલાસી અને મંદિરના સભ્યો સહિત કુલ ૧૫૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે લોકોનો રીપોર્ટ નેગેટીવ આવશે તે વ્યક્તિઓ રથયાત્રા જોડાઇ શકશે. પોઝીટીવ આવનારા લોકોની કોવિડ ની ગાઇડ લાઇન્સ પ્રમાણે સારવાર થશે. અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે કર્યા આરટીપીસીઆર ટેસ્ટ. આરટીપીસીઆર ટેસ્ટની કાર્યવાહીની મંદિરના મહંતે મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. 


રથયાત્રાની સુરક્ષામા મોટી ચુક, ગૃહમંત્રીએ અધિકારીઓ તતડાવ્યા, કહ્યું ગંભીરતા સમજો અને તૈયાર રહો


રથયાત્રા નીકળેએ પહેલાં પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમો જોડાઈ હતી. રથયાત્રા પહેલા બંદોબસ્ત સંદર્ભે જે કમીઓ હતી તે દૂર કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા. રથયાત્રાના રૂટમાં આવતા ઘરના લોકો બહાર નહી આવી શકે. લોકો પોતાના ઘરેથી ટીવીના માધ્યમથી રથયાત્રા નિહાળે એવી વિનંતી કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube