મૌલિક ધામેચા / અમદાવાદ: નવા વર્ષની ઉજવણી માટે શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે શહેર પોલીસે 31 જેટલા પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે. જ્યારે જેટલા ડીજે સાઉન્ડ સીસ્ટમ માટે પરમીશન આપવામાં આવી છે. તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન તૈનાત રાખવામાં આવશે. નવા વર્ષની ઉજવણી માટે હર્ષોઉલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે મનાવી શકે તે માટે શહેર પોલીસ દ્વારા સલામતી અને બંદોબસ્ત ખૂબ જ વ્યવસ્થા આયોજન આ વર્ષે કરવામાં આવી છે કે વી હશે પોલીસની સુરક્ષા વ્યવસ્થા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘મોમા મારા ભભમ ભભમ ગાડી લાયા....’ તીડના ત્રાસ વચ્ચે પેટ પકડીને હસાવતો video બનાવાયો


શહેર પોલીસે આ વર્ષે મોટી જનમેદની એકઠી થનારા વિસ્તારમાં પણ અલગ અલગ ટીમો એસી હાઈવે ખાતે કાંકરિયા ખાતે અને સીજીરોડ ખાતે પણ ગોઠવી BDDS ની ટિમ દ્વારા પણ ચેકીંગ કરશે. તો બીજી તરફ રોડ પર સ્ટંટ કરતા કે ઓવર સ્પીડમાં વાહન હંકારતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂખાનું ફોડવાનું પોલીસના ધ્યાને આવેલ છે. જેને લઈ લોકોમાં નાસભાગ આગ લાગવાના અને દાઝવાના બનાવવાની પણ શક્યતા રહેલી હોય આવા બનાવો રોકવા માટે સંવેદનશીલ પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલિંગ પણ હોક સ્ક્વોડ દ્વારા કરાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.


સુરતમાં બાળ તસ્કરીનું મસમોટું કૌભાંડ પકડાયું, મજૂરી માટે લવાયેલા 125થી વધુ બાળકોને છોડાવાયા


શહેર પોલીસ દ્વારા કેવું હશે બંધોબસ્તનું આયોજન...
- શહેર પોલીસ અને મહિલા પોલીસની ટીમ સહિત  ક્રાઇમ બ્રાન્ચ , SOG ક્રાઇમ પેટ્રોલીંગ સાથે રાખશે ખાનગી વોચ
- પાર્ટી પ્લોટ , હોટેલ, ફાર્મ હાઉસ સહિત નવા વર્ષની ઉજવણી થનારા સ્થળો પર રાખવા પડશે હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટર 
- બુટલેગરોની પ્રવૃત્તિ પર ખાનગી વોચ રાખવા પણ  ક્રાઇમ બ્રાન્ચ ની ખાસ નજર
- શહેરના તમામ એન્ટ્રી એકઝીટ માટેના વિસ્તારોમા ગોઠવાયા છે નાકાબંધી પોઇન્ટ
- મહિલાઓની ડીકોય ટીમ સાદા ડ્રેશમાં ક્લબો અને પાર્ટી પ્લોટમાં રાખશે વોચ
- 1000 જેટલા બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસ શહેરભરમાં ચેકીંગ કરશે
- હોટેલ અને ગેસ્ટહાઉસમાં પીનાક સોફ્ટવેરની મદદથી ગતિવિધિઓ પર રાખવામાં આવશે નજર
- 1006 જેટલા CCTV કેમેરાથી બનતી ઘટનાઓ રોકવા રાખવામાં આવશે ચાંપતી નજર
- અડચણરૂપ વાહન પાર્કિંગને રોકવા ટ્રાફિક પોલીસની પણ લેવાશે મદદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube