સુરતમાં બાળ તસ્કરીનું મસમોટું કૌભાંડ પકડાયું, મજૂરી માટે લવાયેલા 125થી વધુ બાળકોને છોડાવાયા
Trending Photos
તેજશ મોદી/સુરત :સુરતમાં માનવ તસ્કરી (human trafficking scandal) નું મસમોટું કૌભાંડ પકડાયું છે. પુણાના સીતાનગરમાં રાજસ્થાન, દિલ્હી પોલીસ અને ચાઈલ્ડ કમિશન તથા સુરત પોલીસ (Surat police)દ્વારા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ‘બચપન બચાવો’ અંતર્ગત 125થી વધુ બાળકોને (child trafficking) શોધી કાઢવામાં આવ્યા હતા. આ બાળકો પાસેથી સ્થાનિક ઉદ્યોગમાં કામ કરાવવામાં આવતું હતું. વહેલી સવારે કરાયેલા આ સયુંક્ત ઓપરેશનથી દોડધામ મચી હતી. પોલીસ દ્વારા કેટલાક દલાલો અને વચેટીયાઓની પણ અટકાયત કરવામાં આવી હતી, જેઓ આ બાળકોને લઈ આવ્યા હતા. તમામ બાળકોને મુક્ત કરાવીને પુણા પોલીસ સ્ટેશન લવાયા હતા, તો રાજસ્થાનના બાળકોને પરત લઈ જવાશે. આમ, રાજસ્થાન અને ગુજરાત સરકારને આ કામમાં મોટી સફળતા મળી છે.
ક્રિકેટનું મોસ્ટ રોમેન્ટિક કપલ ફરી હનિમૂન કરવા પહોંચ્યું, શેર કર્યાં નવા Photos
માનવ તસ્કરીને લઇને પાડવામાં આવેલા દરોડામાં ચાઈલ્ડ કમિશન પણ ચોંકી ઉઠ્યું હતું. પુણા વિસ્તારની સોસાયટીમાં હકડેઠઠ ભરાયેલી હાલતમાં બાળકો મળી આવ્યા હતા. સુરત, રાજસ્થાન અને દિલ્હીના સયુંકત ઓપરેશનમાં મોટી સંખ્યામા બાળકો મળી આવ્યા હતા. આ તમામ બાળકો રાજસ્થાન અને દિલ્હીથી બાળકો લવાયા હતા. જે વયે બાળકો રમકડા રમે તે વયે બાળકો પાસેથી ફેક્ટરીઓમાં મજૂરીકામ કરાવાતું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે