ચૂંટણી પૂર્ણ થતા જ કોર્પોરેશનની પઠાણી ઉઘરાણી, વેરો ભરો નહી તો બનશો વેરી...
ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત માટે કડક સિલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેની અસર થતા જ એએમસીની તિજોરીમાં બાકી ટેક્સના નાણાં આવવા લાગ્યા છે. માર્ચ મહીનાની શરૂઆતથી જ એએમસી દ્વારા 2500 કરતા વધુ મિલ્કતો સીલ કરાઇ છે. અને હજી પણ આ પ્રક્રીયા આક્રમક રીતે ચાલુ છે. જેના કારણે બાકી કરદાતાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેઓ ફટાફટ પોતાનો બાકી વેરો ભરી રહ્યા છે. એએમસી દ્વારા હજીપણ બાકી કરદાતાઓને પોતાની ટેક્સ વહેલી તકે ભરી દેવા અપિલ કરાઇ છે, સાથે જ ટેક્સ નહી ભરો તો દંડનીય કાર્યવાહી માટે તૈયાર રહેવાની ચિમકી પણ આપવામાં આવી છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત માટે કડક સિલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેની અસર થતા જ એએમસીની તિજોરીમાં બાકી ટેક્સના નાણાં આવવા લાગ્યા છે. માર્ચ મહીનાની શરૂઆતથી જ એએમસી દ્વારા 2500 કરતા વધુ મિલ્કતો સીલ કરાઇ છે. અને હજી પણ આ પ્રક્રીયા આક્રમક રીતે ચાલુ છે. જેના કારણે બાકી કરદાતાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેઓ ફટાફટ પોતાનો બાકી વેરો ભરી રહ્યા છે. એએમસી દ્વારા હજીપણ બાકી કરદાતાઓને પોતાની ટેક્સ વહેલી તકે ભરી દેવા અપિલ કરાઇ છે, સાથે જ ટેક્સ નહી ભરો તો દંડનીય કાર્યવાહી માટે તૈયાર રહેવાની ચિમકી પણ આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજ રીબેટ સ્કિમ જાહેર થયા બાદ પ્રોપર્ટી ટેક્સની આવકમાં ધરખમ વધારો થયો છે. રીબેટ યોજનાના અમલીકરણ દરમ્યાન એક મહીના કરતા પણ ઓછા સમયમાં મિલ્કતવેરાની રૂ.113 કરોડની આવક થઇ છે. જ્યારે ગત વર્ષની કુલ આવકના 85 ટકા વધુ રકમની આવક ટેક્સ વિભાગના ચોપડે નોંધાઇ છે. નોંધયીય બાબત એ છેકે કોરોના અને લોકડાઉનના કારણે નાણાંકીય વર્ષના પ્રથમ 3 મહીનામાં ટેક્સ વિભાગને અત્યંત ઓછી આવક થઇ હતી. રાજ્ય સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત આપાવામાં આવેલા વળતરની રકમની ગણતરી કરવામાં આવે તો પ્રોપર્ટી ટેક્સ પેટે ગત વર્ષ કરતા પણ વધુ આવક થઇ છે.
રાજ્યમાં વહેલી ચૂંટણી થશે? મુખ્યમંત્રીએ પોતે આ અંગે સ્પષ્ટતા કરવાની પડી ફરજ
ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્સ મળી કુલ 1138 કરોડની આવક એએમસીના ચોપડે નોંધાઇ છે. વૈશ્વિક મહામરી અને વૈશ્વિક મંદીના સમયગાળા દરમ્યાન પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 14 ડિસેમ્બર 2020 થી 30 જાન્યુઆરી 2021 સુધી વ્યાજ રીબેટ યોજના જાહેર કરાઇ હતી. જે અંતર્ગત 31 જાન્યુઆરી સુધી મિલ્કતવેરા પેટે રૂ.170 કરોડની આવક થઇ હતી. નાણાંકીય વર્ષની શરૂઆતના પ્રથમ 3 માસ દરમ્યાન પ્રોપર્ટી ટેક્સ પેટે માત્ર રૂ. 2.37 કરોડની આવક થઇ હતી. અનલોક શરૂઆત સાથે કોર્પોરેશન દ્વારા 1 લી જુન 2020 થી એડવાન્સ ટેક્સ રીબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી.
સ્ટેન્ડઅપ કોમેડિયન મુન્નવર ફારૂકી વિરુદ્ધ ગુજરાતમાં પણ ફરિયાદ દાખલ, સીતાજી અંગે કરી છે અભદ્ર ટીપ્પણી
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ કોર્મશીયલ મિલ્કતોને બાકી વ્યાજમાં 20 ટકા રીબેટ આપવાની જાહેરાત કરાઇ હતી. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઉપરાંત 1લી જુન થી 1 ઓગષ્ટ 2020 દરમ્યાન 3 મહીનામાં જ મિલ્કતવેરા પેટે રૂ. 550 કરોડની આવક થઇ હતી. સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી પ્રોપર્ટીટેક્સની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ 14 ડિસેમ્બરથી અમલી રીબેટ યોજનામાં રૂ.250 કરોડની આવક થઇ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં 1 એપ્રિલ 2020 થી 8 માર્ચ 2021 સુધી મિલ્કતવેરાની કુલ આવક રૂ. 901 કરોડ થઇ છે.
Women's Day Special: ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીઓ વસી દરેકના દિલમાં, અભિનયની રહી આગવી શૈલી
જ્યારે ગત વર્ષે આજ સમયગાળામાં રૂ.1072.94 કરોડની આવક થઇ હતી. એએમસી દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂ.85 કરોડનુ વળતર ચૂકવવામાં આવ્યુ છે. જે સરકાર દ્વારા પરત કરવામાં આવતા આ આંકડા 986 કરોડ પર પહોંચી ગયો છે..એએમસી ટેક્સ ખાતાને વર્ષ 2019-20 માં કુલ 1340 કરોડની આવક થઇ હતી. જેમા પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.1072.94 કરોડ, પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ. 182.84 કરોડ, તથા વ્હીકલ ટેક્સ પેટે રૂ. 84.24 કરોડની આવક થઇ હતી. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં 8 માર્ચ 2021 સુધી પ્રોપર્ટી ટેક્સ પેટે 986 કરોડ, પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ.156.31 કરોડ અને વ્હીકલ ટેક્સ પેટે રૂ. 80.66 કરોડની આવક મળી કુલ રૂ. 1138.70 કરોડની આવક નોંધાઇ ચૂકી છે. આમ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે આ સમય ગાળા સુધીમાં 85 ટકા આવક નોંધાઇ ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube