હાર્દિક દીક્ષિત/વડોદરા: રાજ્યના માથે કાળા વાદળો ઘેરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્ય સરકારે ચોમાસા પૂર્વે મહાનગરોમાં પ્રિ મોન્સુનની કામગીરી પૂર્ણ કરી દેવા તમામ પાલિકાઓને કડક સૂચના આપી છે. પરંતુ વડોદરા પાલિકાને જાણે નાગરિકોની પરવાહ ન હોય તેમ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા બનશે વર્લ્ડ ચેમ્પિયન, WTC ફાઈનલમાં છે ગજબનો સંયોગ


સામાન્ય રીતે ચોમાસાના આગમન પૂર્વે પાલિકા દ્વારા તમામ પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવો રાજ્ય સરકારનો નિયમ છે. જેથી ઠેરઠેર પાણી ભરાવવાની સ્થિતિનું નિર્માણ ન થાય અને નાગરિકો મુશ્કેલીમા ન મુકાય. પરંતુ વડોદરા મહાનગર પાલિકાને નાગરિકોના હિતની કોઈ પરવાહ હોય તેમ લાગતું નથી. આ અમે નથી કહી રહ્યા બલ્કે શહેરના માર્ગો પર પડી રહેલા અધૂરા કામ બોલી રહ્યા છે. વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાના મતે વડોદરા શહેરમાં 70 થી 80 ટકા પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેથી આજે ઝી 24 કલાકની ટીમ દ્વારા વડોદરા શહેરમાં પાલિકાની કામગીરીનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું.


મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા,સરકારને ખેંચી ગયા કોર્ટમાં


ઝી 24 કલાકે શહેરના કેટલાક વિસ્તારો માં રિયાલિટી ચેક કર્યું ત્યારે ખબર પડી કે કામો તો પૂરા થયા છે પણ એ મ્યુ કમિશ્નરની કેબિનમાં પડેલી બંધ ફાઈલમાં પડ્યા છે. જો સ્થળ મુલાકાત કરીએ તો ખબર પડે કે અસલમાં આ કામો તો હજી અધૂરા જ છે. શહેરના અજબડીમિલ,સરસીયા તળાવ વિસ્તારની વાત કરવામાં આવે તો અહી વિસ્તારના વિકાસના બહાને લાખોના ખર્ચે તૈયાર કરેલા રોડની ઘોર ખોદી નાખવામાં આવી છે. અહી પાલિકા દ્વારા વિકાસના નામે વિશેષ પ્રકારની ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે. વિશેષ પ્રકારની એવો શબ્દ એટલા માટે વાપરવો પડે કારણ કે આ લાઈન નાખતા કોન્ટ્રાકટરને 4 થી 5 મહિના જેટલો સમય લાગી ગયો છતાં અહી મોટા ભાગની કામગીરી અધુરી છે. જેના કારણે અહીંના મુખ્ય માર્ગે પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે.


'દોસ્ત દોસ્ત ના રહા': સામાન્ય બોલાચાલીમાં કરપીણ હત્યા, પાઇપ મારી માથું ફોડી નાંખ્યું


ઝી 24 કલાકની ટીમ જ્યારે સ્થળ પર રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર હેમિષા બેન ઠક્કર ત્યાં આકસ્મિક આવી પહોંચ્યા અને કેમેરો ખોલતાની સાથે જ કાઈક પણ કહ્યા વગર આઘાપાછા થઈ ગયા. કોર્પોરેટર હેમીષા બેન ઠક્કર ડ્રેનેજની ધીમી કામગીરી અંગે કાઈ બોલવા તૈયાર ન થયા એટલે પછી સ્થાનિકોએ બોલવાનું શરુ કર્યું. અહીંના સ્થાનિક આગેવાન ના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. જે આજદિન સુધી પૂર્ણ થઈ શકી નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સત્તાધીશો ને ફક્ત કટકી મારવામાં રશ છે પ્રજાની કોઈને પરવાહ નથી.


કેરળના આકાશમાંથી ગાયબ થયા ચોમાસાના વાદળો, આ હલચલ અંગે અંબાલાલ પટેલે કરી નવી આગાહી


હાલ આ વિસ્તારમાંથી અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે અહી ચોમાસા માં લોકો રહી પણ શકતા નથી. નાગરિકોમાં તંત્ર સામે એટલો રોષ છે કે જો અહી કોઈ કોર્પોરેટર આવે તો તેને પ્રજાના હાથનો માર ખાઈ ને જવું પડે. તો સાથે જ સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે અહીંના કોર્પોરેટર ફક્ત દૂર થી ડોકિયું કરીને નીકળી ગયા કારણ કે જનતાના પ્રતિનિધિને જનતા સામે આવતા પણ હવે શરમ આવે છે. જો આ અધૂરી કામગીરી વેહલી તકે પૂર્ણ કરવામાં નહિ આવે તો પાલિકાના પાપે નિર્દોષ નાગરિકો એ ભારે હાલાકીનો સામનો કરવો પડશે.