અમદાવાદઃ હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત થયા બાદ પાસ કન્વીનરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો વિપક્ષે પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે હાર્દિક પટેલની અટકાયત પર કહ્યું કે, કોઇપણ સમાજને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, કોઇપણ સમાજને પોતાના હક માટે તેને લડવાનો હક છે પરંતુ તેમને દવાબવામાં આવી રહ્યાં છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ગુજરાતમાં લોકશાહી જોખમમાં છે. ત્યારે યુવાનોએ અહીંસાના માર્ગે જઈને આઝાદ કરવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત ચાવડાએ હાર્દિક પટેલની અટકાયતને વખોડી કાઢી હતી. હાર્દિક તેના સમાજ માટે લડી રહ્યો છે. ત્યારે તેની અટકાયતને અમે વખોડી કાઢીએ છીએ. ભાજપ કોઇપણ સમાજની વાત સાંભળવા તૈયાર નથી. હાર્દિકની અટકાયત યોગ્ય નથી. 


ગુજરાતમાં લોકશાહી જોખમમાં છે. કોઇપણ સમાજ તેના હક માટે આંદોલન કરી શકતો નથી. તેથી હું ગુજરાતને અહિંસાના માર્ગે યુવાનો આઝાદ કરાવે તેનું આહવાન કરૂ છું. 


મહત્વનું છે કે 25મી ઓગસ્ટે પાસ નેતા હાર્દિકને ઉપવાસની મંજૂરી ન મળતા તેણે આજે અમદાવાદમાં એક દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી. પરંતુ તે ઉપવાસ કરે તે પહેલા પોલીસે તેની અટકાયત કરી હતી. તો હાર્દિકની અટકાયત થયા બાદ તેને છોડવાની માંગ સાથે સુરતમાં પાટીદાર નેતાઓ ધરણા પર બેઠા છે.