અમદાવાદઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે...દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ધોધમાર વરસાદ રહેશે...ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે...ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં અપેક્ષા કરતાં આ વર્ષે ઘણો ઓછો વરસાદ પડ્યો...ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો...આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની પર એક નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે પણ કરી વરસાદની આગાહી
ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે...સાયકલોનિક સર્ક્યુલેશનન અને લો પ્રેશરના લીધે જુલાઈમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવ છે...પાંચથી 12 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે...તો અષાઢી બીજે રથયાત્રાના દિવસે સાંજન સમયે સારો વરસાદ આવશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે...ઉલ્લેખનીય છે કે 12થી 14 જુલાઈએ પશ્ચિમ ધાટથી આવતો પવન ગુજરાતમાં વરસાદ લાવશે...



એનડીઆરએફની ટીમ તહેનાત
ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે...ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમથી ગુજરાતમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે...વધુ વરસાદના લીધે વિકટ સ્થિતિ થાય તો તમામ મદદ કરવા માટે તંત્ર સજ્જ છે...ગુજરાતમાં NDRFની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે...ગુજરાતના આઠથી વધુ જિલ્લામાં NDRFની ટીમ તમામ સાધન-સામગ્રી સાથે ખડેપગે છે...ભારે વરસાદ વચ્ચે જનતાને હાલાકી ન પડે તે રીતે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે...ગાંધીનગરમાં 24 કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ ધમધમતો રહેશે...


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી...ભારે વરસાદના લીધે ખંભાળિયા પાણી પાણી થઈ ગયું...ખંભાળિયના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક અને વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડી..કેડસમા પાણીથી લોકો સમસ્યામાં મુકાઈ ગયા....સનાતન આશ્રમ અને નાગેશ્વર રોડ પર પણ પાણી ભરાઈ ગયું...તો દ્વારકાના કલ્યાપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો...દ્વારકાનો ભદ્રકાળી વિસ્તાર પણ પાણી ભરાવવાની સમસ્યામાંથી બાકાત નથી..ભદ્રકાળી વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન થયા...પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી છે.



રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
ગુજરાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે...આજે ગુજરાતમાં રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, કચ્છ, બોટાદ, પોરબંદર, અમરેલી, સુરત, તાપી, નર્મદા, અને સાબરકાંઠા સહિતના જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો...વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, સાથે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી...ગુજરાતમાં ઘણી જગ્યાએ નદી-નાળા છલકાયા. નદીમાં નવા નીરની આવક થતાં લોકો ખુશ થયા છે.