ઓસ્ટ્રેલિયા જઈને ભરાયો ગુજરાતી યુવક, વિદેશ જવાનો મોહ હોય તો આ કિસ્સો જરૂર વાંચી લેવો
Australia : અમદાવાદનો એક યુવક નોકરી મેળવવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેને એમ હતું કે, તે નોકરી કરીને ફી અને બાકીના ખર્ચની વ્યવસ્થા કરી લેશે. પરંતું તેની ધારણા ખોટી પડી
Australia : આજકાલ દરેક બીજા ભારતીયને વિદેશ જવાનો મોહ લાગ્યો છે. ભારતમાં કોઈને રહેવુ નથી, ડિગ્રી મળે એટલે વિદેશમાં સેટલ્ડ થવાના તેમના અરમાનો જાગી જાય છે. આવામાં હવે વિદ્યાર્થીઓ સાથે અનેક પ્રકારના ફ્રોડ થઈ રહ્યાં છે. આવા ફ્રોડથી સમયસર ચેતી જવાનો સમય આવી ગયો છે. વિદેશમાં હવે નોકરી કરવું સરળ રહ્યુ નથી. તાજેતરમાં જ ગીર સોમનાથનો યુવક વિદેશમાં નોકરી મેળવવાના બહાને છેતરાયો હતો. ત્યારે બીજા ગુજરાતી યુવકને ઓસ્ટ્રેલિયામાં આકરા દિવસો જોવા પડ્યા હતા. જુઓ આ અહેવાલ.
વિદેશમાં વસવાટ કરવા માટે હાલ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, જર્મની, આફ્રિકા જેવા દેશો તરફ લોકો વળી રહ્યાં છે. આવામાં વિદ્યાર્થીઓને વિદેશમાં સ્થાયી થવા માટે અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો એક કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમે ક્યારે તમારા કોઈ સ્વજન કે સંતાનોને વિદેશમાં જવા નહિ દો. અનેક દેશોમાં ભારતીયોનું શારીરિક તથા માનસિક શોષણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો :
પતિના મોતની ખબર મળવાના અડધા કલાક પત્નીએ પ્રાણ છોડ્યો, એકસાથે બંનેની અર્થી ઉઠી
રાજ્યના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ આજે નિવૃત્ત, જાણો કોણ બન્યું કાર્યકારી ચીફ
ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવક સાથે શું બન્યું
અમદાવાદનો એક યુવક નોકરી મેળવવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેને એમ હતું કે, તે નોકરી કરીને ફી અને બાકીના ખર્ચની વ્યવસ્થા કરી લેશે. પરંતું તેની ધારણા ખોટી પડી. સિડની પહોંચીને ત્રણ સપ્તાહમાં તેને ન તો કોઈ નોકરી ન મળી, ન તો કોઈ વસવાટ. ઉપરથી તેના રૂપિયા પણ પૂરા થઈ ગયા હતા.
માત્ર સાગર પટેલ નહિ, અનેક વિદ્યાર્થીઓના હાલત વિદેશ જઈને ખરાબ બની રહી છે. અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે, મારા મકાનમાલિકે મને બોન્ડની રકમ પણ પરત આપી ન હતી. અહીં સૌથી મોટી તકલીફ મકાન શોધવામાં થાય છે. કારણ કે, હોસ્ટેલમાં પૂરતી જગ્યા મળતી નથી, તેથી બીજે વ્યવસ્થા કરવી પડે છે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 97,000થી વધુની છે. કોવિડના કારણે તેમાં સામાન્ય ઘટાડો થયો છે. 2020માં આ સંખ્યા 1.15 લાખ હતી. જો કે 2022-2023માં આ સંખ્યા ફરી વધે તેવી સંભાવના છે પણ સ્ટુડન્ટ્સ પરેશાન થાય છે.
આ પણ વાંચો :
ખુશખબર! ગુજરાતમાં ધોરણ-8 પછી 20 હજારનું વાઉચર આપશે સરકાર, વિશ્વાસ ન હોય તો વાંચી લો
આ તે કેવું આત્મનિર્ભર બજેટ! 3 લાખ કરોડના 'ફ્લેટ બજેટ' સામે જાહેર દેવું 3.39 લાખ કરોડ