અમદાવાદ : આજે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી સી.એલ સ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રખાયો હતો. જો કે તેને બચાવવામાં સફળતા મળી નહોતી. એટેકનાં કારણે તેનું મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરની જનતા ભગવાન ભરોસે? પાણીની ટાંકીમાં એવડું ગાબડું કે, ગટર કરતા ખરાબ પામી પીવા મજબુર


ગોમતીપુરમાં રહેતા અમાન આરીફ શાખ નામનો વિદ્યાર્થી સી.એલ સ્કુલમાં પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. જો કે દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઇ હતી. ત્યાર બાદ અચાનક તેને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. જેના પગલે વિદ્યાર્થી ત્યાં અર્ધબેભાનાવસ્થા જેવી સ્થિતિમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે શારદાબેન હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર્સ દ્વારા તેને ટુંકી સારવાર આપવામાં આવી હતી જો કે એટેકનાં કારણે તેનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી ઘટના 2018 માં  આંકલાવમાં બની હતી. વિદ્યાર્થી સંસ્કૃતનુ પેપર લખી રહ્યો હતો ત્યારે ઢળી પડ્યો હતો. 


લો બોલો! ભરતસિંહના ઘર પર હવે રેશ્મા પટેલનો કબ્જો, કહ્યું છેલ્લા શ્વાસ સુધી ભરતસિંહને...


અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને પહેલા જ તમામ વાલી અને શિક્ષકો ઉપરાંત મંત્રીઓ દ્વારા પણ વારંવાર કહેવામાં આવતું હોય છે કે, આ માત્ર એક પરીક્ષા છે કદાચ આમાં નિષ્ફળ ગયા તો અન્ય મોકો મળશે. વિદ્યાર્થીઓ તેમ છતા પણ ખુબ જ ટેન્શરમાં રહેતા હોય છે. પરિણામ અને પરીક્ષા બાબતે તેઓ ખુબ જ ટેન્સ રહેતા હોય છે. આવી સ્થિતિમાં મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ હળવા મને પરીક્ષા આપે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube