રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટ મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલના 10 માળેથી ઝંપલાવીને એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. બીસીએ સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા નીલ ઠક્કર નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી મોતને ભેટો કર્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર તેને કોલેજમાંથી ડિટેઇન કર્યો હોવાથી આપઘાત કર્યો હોવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ મોરબી હાઇવે પર આવેલી મારવાડ યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી છે. મહત્વનું છે કે આ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો. તેને યુનિવર્સિટીમાંથી 1 વર્ષમાંટે ડિટેઇન કરવામાં આવ્યો હતો. અને હોસ્ટેલના રેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું. કે તને ડીટેઇન કરતા તારે હવે હોસ્ટેલની રૂમ ખાલી કરવી પડશે.


ગુજરાતના રાજકારણમાં ગરમાવો, શંકરસિંહ વાઘેલા જોડાશે NCPમાં


મહત્વનું છે, કે નીલ નામના વિદ્યાર્થીને 1 વર્ષ માટે ડીટેઇન કરતા અમૂલ્ય સાહું નામના રેક્ટર દ્વારા રૂમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. તેથી ડિપ્રેશન આવીને આ વિદ્યાર્થીએ હોસ્ર્ટેલના 10માં માળેથી કૂદકો માર્યો હતો. વિદ્યાર્થી 10માં માળેથી નીચે પડતા નીચે વિદ્યાર્થીઓનું ટોળું એકઠું થયું હતું. અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો...