પ્રિન્સીપાલને બચાવવા વિદ્યાર્થીઓ મેદાને, કહ્યું-અમને આચાર્ય જ જોઈએ, નહિ તો LC લઈ લઈશું
સુરતની લોકમાન્ય વિદ્યાલયમાં પ્રિન્સિપાલને કાઢી મુકવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. રાંદેરના મોરાભાગળ પાસે આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળાના ટ્રસ્ટીઓએ પ્રિન્સિપાલ જીજ્ઞેશ પટેલને છુટા કરી દેવામાં આવતા રેલી કાઢી વિરોધ કર્યો.વિદ્યાર્થીઓને 12માં કોમર્સમાં JEEની પ્રેક્ટિસ કરાવવાના પ્રસ્તાવનો પ્રિન્સિપાલે વિરોધ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાયન્સ અને કોમર્સના ક્લાસ મામલે વિવાદ થયો હતો. મીટિંગમાં પણ માત્ર ટ્રસ્ટીઓનું જ સાંભળવામાં આવી હોવાનો દાવો છે. પ્રિન્સિપાલને છુટા કરી દેવાના વિરોધમાં શાળાના વિદ્યાર્થી અને વાલીઓ એ મોરભાગળથી રેલી કરી. જેમાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલીમાં જોડાયા હતા.
ચેતન પટેલ/સુરત :સુરતની લોકમાન્ય વિદ્યાલયમાં પ્રિન્સિપાલને કાઢી મુકવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. રાંદેરના મોરાભાગળ પાસે આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળાના ટ્રસ્ટીઓએ પ્રિન્સિપાલ જીજ્ઞેશ પટેલને છુટા કરી દેવામાં આવતા રેલી કાઢી વિરોધ કર્યો.વિદ્યાર્થીઓને 12માં કોમર્સમાં JEEની પ્રેક્ટિસ કરાવવાના પ્રસ્તાવનો પ્રિન્સિપાલે વિરોધ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાયન્સ અને કોમર્સના ક્લાસ મામલે વિવાદ થયો હતો. મીટિંગમાં પણ માત્ર ટ્રસ્ટીઓનું જ સાંભળવામાં આવી હોવાનો દાવો છે. પ્રિન્સિપાલને છુટા કરી દેવાના વિરોધમાં શાળાના વિદ્યાર્થી અને વાલીઓ એ મોરભાગળથી રેલી કરી. જેમાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલીમાં જોડાયા હતા.
સુરતના રાંદેરની લોકમાન્ય સ્કૂલના આચાર્યના રાજીનામાને લઈને આજે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓએ પરત લેવા માટે સ્કૂલમાં વિરોધ પ્રદર્શનો કરતા મંડળ દોડતું થઇ ગયું હતું. સુરતના રાંદેરમાં આવેલી લોકમાન્ય સ્કૂલમાં માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે જીજ્ઞેશ પટેલ ફરજ બજાવે છે. આજથી વેકેશન શરૂ થઈ ગયુ છે. પરંતુ એકાએક આચાર્યના રાજીનામાને લઈને વાલી અને વિદ્યાર્થીઓમાંથી વિરોધ ઉઠ્યો છે. વિદ્યાર્થી અને વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે આચાર્યને ત્રાસ આપીને કાઢી મુકાયા છે. એમને અમારા આચાર્ય જ જોઈએ છે. વિદ્યાર્થીઓ આચાર્યને પરત લાવવા માટે જીદે ચડ્યા હોવાથી સ્કૂલ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓનું ટોળું જોવા મળ્યું છે. આ અંગે ટ્રસ્ટી ઓ અને સ્કૂલના આચાર્ય વચ્ચે મીટીંગ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
પહેલીવાર ફિલ્મો જેવો માહોલ સુરતમાં જોવા મળ્યો. જેમાં કોઈ શિક્ષકને બચાવવા વિદ્યાર્થીઓ મેદાનમાં આવ્યા હોય. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયમાં આજે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમની એક જ માંગ હતી કે, આચાર્યનુ રાજીનામુ પરત લેવામાં આવે. પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં નહિ આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કોમર્સ ફેકલ્ટીના જિજ્ઞેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરદસ્તીથી રાજીનામુ લખાવી દેવાની વાત સામે આવતા જ વિદ્યાર્થીઓ ગુસ્સે થયા હતા.
આ પણ વાંચો : અત્યંત શોકિંગ ઘટના, રાજકોટમાં 10 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી
મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, તો વાલીઓ પણ સમર્થનમાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રાંદેર વિસ્તારમા રેલી કાઢી હતી. તેઓ શાળાના ગેટ પર પહોંચ્યા હતા, જ્યાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે 300 થી 400 વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ દર્શાવીને પ્રિન્સીપાલને પરત લેવા અરજી કરી હતી.
સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ એવુ કહ્યુ કે, જિજ્ઞેશ સર હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં વાત કરતા હતા, જે ટ્રસ્ટીઓને ખૂંચતુ હતું. ટ્રસ્ટીઓ તેમને અપશબ્દો કહેતા હતા. જેથી અમે નક્કી કર્યુ કે જ્યા સુથી જિજ્ઞેશ સરને પાછા નહિ લેવાય તો અમે શાળામાંથી એલસી લઈ લઈશું. એટલુ જ નહિ, સરને પરત લેવાની વાતને લઈને વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા.
આ પણ વાંચો :
ગાંધીનગરમા સરકારી કર્મચારીઓનું મહાઆંદોલન, કહ્યું-ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ઝુકેગા નહિ...
અલ્પેશ ઠાકોરના હુંકારથી રાજકીય ગલિયારામાં ચર્ચા શરૂ, રાધનપુરને લઈને કહી મોટી વાત
આ દિવસથી ગુજરાતમાં વાદળો બંધાશે, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી