વિદ્યાર્થીઓ આનંદો ! કોર્સમાં 30 ટકા જેટલો કાપ મુકાયો, મે 2021મા લેવાશે બોર્ડની પરીક્ષા
લોકડાઉન અને ત્યાર બાદ ફેલાયેલા કોરોના સંક્રમણના કારણે આર્થિક અને શૈક્ષણીક સ્થિતી ખુબ જ ડામાડોળ થઇ છે. દેશની તમામ શાળાઓ 6 મહિના કરતા પણ વધારે સમય માટે બંધ રહી હતી. જેના કારણે બાળકોનું શિક્ષણકાર્ય બંધ રહ્યું અથવા તો ઓનલાઇન માધ્યમ દ્વારા થયું. જો કે ઓનલાઇન માધ્યમ આપણા દેશ માટે નવુ હોવાને કારણે ન તો વિદ્યાર્થીઓને માફક આવ્યું હતું ન તો વાલીઓ પણ તેની સાથે યોગ્ય રીતે તાલમેલ બેસાડી શક્યા નહોતા.
અમદાવાદ : લોકડાઉન અને ત્યાર બાદ ફેલાયેલા કોરોના સંક્રમણના કારણે આર્થિક અને શૈક્ષણીક સ્થિતી ખુબ જ ડામાડોળ થઇ છે. દેશની તમામ શાળાઓ 6 મહિના કરતા પણ વધારે સમય માટે બંધ રહી હતી. જેના કારણે બાળકોનું શિક્ષણકાર્ય બંધ રહ્યું અથવા તો ઓનલાઇન માધ્યમ દ્વારા થયું. જો કે ઓનલાઇન માધ્યમ આપણા દેશ માટે નવુ હોવાને કારણે ન તો વિદ્યાર્થીઓને માફક આવ્યું હતું ન તો વાલીઓ પણ તેની સાથે યોગ્ય રીતે તાલમેલ બેસાડી શક્યા નહોતા.
સલમાનને ડ્રગ્સ પહોંચાડનાર મુખ્ય આરોપીની સુરત ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ
જેના કારણે સરકાર દ્વારા આ અભ્યાસક્રમ સાથે તાલમેલ નહી મેળવી શકેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર થયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓનાં હિતમાં નિર્ણય લીધો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે 4 બેઠકો યોજી હતી. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ અંગેની દ્વિધા મુખ્યમંત્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ શિક્ષણવિદો સાથે ચર્ચા કરી હતી. 21 મેના રોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જૂનમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવામાં આવશે.
જામનગરમાં રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ઘુસી દુષ્કર્મના આરોપીને ચખાડ્યો મેથીપાક
જો કે શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મુકવામાં આવશે. વિદ્યાર્થીઓએ 70 ટકા અભ્યાસક્રમ પર જ ધ્યાન આપવાનું રહેશે. મે 2021માં બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. આ ઉપરાંત કોર્સ બહારની કોઇ પણ વસ્તું નહી પુછી શકાય તે અંગે પણ ઉચ્ચ અધિકારીઓને ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ એક પ્રકારે વિદ્યાર્થીઓ માટે એક પ્રકારે સારા સમાચાર છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube