હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે, કે શાળાઓમાં નવરાત્રી વેકેશન યથાવત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં વેકેશનના સમયગાળામાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી હતી. આ વિશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું કે, નવરાત્રિનું વેકેશન રદ કરવા અંગેની દરખાસ્ત આવી છે. જોકે આ દરખાસ્ત ઉપર બેઠક થયા બાદ ચર્ચા વિચારણા કરવામાં આવશે.


ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડા પદ પરથી આપી શકે છે ‘રાજીનામું’


નવરાત્રિનું વેકેશન રદ કરવા અંગે હવે વિદ્યાર્થીઓને નવરાત્રીનું વેકેશન આપાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ અને શૈક્ષણિક સમિતિની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તો કેટલાક વિદ્યાર્થીઓને સાંભળવામાં પણ આવ્યા છે.


વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત



મહત્વનું છે કે, નવરાત્રિના દિવસો દરમિયાન જ્યારે શાળાઓમાં વેકેશનની જાહેરાત કરાઈ હતી. ત્યારથી જ આ વેકેશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અને ઘણા સ્થળોએ નવરાત્રિમાં વેકેશનનો વિરોધ પણ થયો હતો. ત્યારે શિક્ષણ વિભાગ હવે ફરી નવરાત્રિનું વેકેશન રદ કરી શકે છે.