#StudentsLivesMatters : કોરોનામાં પરીક્ષા ન લેવા ગુજરાતભરની યુનિવર્સિટીઝ વિદ્યાર્થીઓનો વિરોધ
કોરોના સંકટ વચ્ચે રાજ્યભરની યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી પરીક્ષાની તારીખ મામલે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે. જોકે, હાલ કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ શરૂ કર્યો છે. #StudentsLivesMatters હેશટેગ દ્વારા હાલ પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગે જોર પકડ્યું છે. કોરોનાની મહામારી અને કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે એવી સ્થિતિમાં હાલ પરીક્ષાઓ મોકૂફ રહે તેવી વિદ્યાર્થીઓની માંગ છે.
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના સંકટ વચ્ચે રાજ્યભરની યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી પરીક્ષાની તારીખ મામલે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે. જોકે, હાલ કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ શરૂ કર્યો છે. #StudentsLivesMatters હેશટેગ દ્વારા હાલ પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગે જોર પકડ્યું છે. કોરોનાની મહામારી અને કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે એવી સ્થિતિમાં હાલ પરીક્ષાઓ મોકૂફ રહે તેવી વિદ્યાર્થીઓની માંગ છે.
અમદાવાદ : દિવસ લેખે પગાર આપવાનો વાયદો પૂર્ણ ન કરતા SVP નો નર્સિંગ સ્ટાફ ફરી વિફર્યો
GTU, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આંદોલન છેડ્યું છે. 25 જૂનથી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર છે. જ્યારે 2 જુલાઈથી ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના યુજી/ડિપ્લોમાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તેમજ પીજીના તમામ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની રહે છે.
દક્ષિણ ગુજરાતમાં ત્રીજી કંપનીમાં બ્લાસ્ટ, અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીમાં પ્રચંડ બ્લાસ્ટમાં 1નું મોત, 5 દાઝ્યા
GTU એ એક પરિક્ષાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે ઝીગ ઝેગ ફોર્મેટમાં 15 વિદ્યાર્થીઓ બેસાડવાનું આયોજન કર્યું છે. જે વિદ્યાર્થી અન્ય રાજ્યમાં હોય, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય અથવા કોરોનાગ્રસ્ત હોય તેઓ માટે પણ અલગથી પરીક્ષાના આયોજનની વાત GTU એ કહી છે. 25 જૂનથી શરૂ થતી GTU ની પરીક્ષા જે વિદ્યાર્થી ન આપી શકે તેના માટે 20 જુલાઈથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 20 જુલાઈથી GTU ની લેવાનારી પરીક્ષા ઓનલાઈન લેવાશે, તો બીજી તરફ ગુજરાત યુનિવર્સીટી એ બે તબક્કામાં પરીક્ષા લેવા માટે આયોજન કર્યું છે.
વડોદરા : 85 દિવસથી બંધ ખંડેરાવ માર્કેટ આજે ખૂલ્યું, દરેક દુકાનની બહાર ગોળ કુંડાળા દોરાયા
2 જુલાઈ અને 13 જુલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા લેવાનાર છે. ગુજરાત યુનિવર્સીટી દ્વારા પણ વિદ્યાર્થી જે તે જિલ્લામાં પરીક્ષા આપી શકે તેવું આયોજન ગોઠવવાની તૈયારી કરાઈ છે. વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાની પસંદગી 14 જૂન સુધીમાં ગુજરાત યુનિવર્સીટીની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. વિદ્યાર્થીને મુશ્કેલી ન થાય તેવા પ્રકારનું આયોજન કરવાનો દાવો યુનિવર્સિટી તંત્ર દ્વારા કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર