Jasdan માં 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ, તો જેતપુરમાં દોઢથી બે ઇંચ વરસાદ
રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ઝી બ્યૂરો, અમદાવાદ: રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં આજે સવારથી જ વાદળો છવાયેલા હતા. ત્યારે બપોરે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જસદણ તાલુકામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલ શહેર ઉપરાંત આસપાસના ઘણા ગામોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી ખેડૂતોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે.
જ્યારે જેતપુર પંથકના ખીરસરા, વાડસડા, સ્ટેશન વાવડી, અમરનગર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું હતું. વરસાદના પગલે જેતપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ખીરસરા થી વાડસડા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. અત્યાર સુધીમાં જેતપુરના ગ્રામ્ય પંથકોમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતનું ધર્મજ છે ભારતનું સૌથી ધનિક ગામ, મેકડોનાલ્ડથી માંડીને હાઇટેક હોસ્પિટલ જેવી છે સુવિધાઓ
તો આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોને ફાયદો થશે. ભાયાવદર પંથકમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
તમને જણાવી દઇએ કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર બેસતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. હવે વરસાદ પડતાં તેમની આતુરતાનો અંત આવી ગયો છે. સૌરાષ્ટ્ર પંથકની ઘણી સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. આ ઉપરાંત લોકોને બફારામાંથી છુટકારો મળ્યો છે.
Selfie લેવા જતાં મોતને હાથતાળી આપી પાછો આવ્યો તરૂણ, ઘટનાનો લાઇવ વિડીયો આવ્યો સામે
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
અત્રે નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સાંબેલાધાર વરસાદ પડતા કેટલાક ખેતરોમાં પાણીથી ઉભરાયા હતા. અહીં સૌથી મોટી શેત્રુંજી નદી પણ બે કાંઠે થઇ હતી. સમગ્ર વિસ્તારનાં લોકોમાં ખુશીનો માહોલ છે. જો કે ખેડૂતો માટે આ આફતનો વરસાદ છે. વાવણી બાદ જરૂરી ઉઘાડ નહી મળતા અને સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જો કે ડેમમાં ભરપુર આવક થતા શિયાળું અને ઉનાળુ પાક સારો થવાની શક્યતા છે.
માન્યામાં નહી આવે પણ સાચું છે!!! 0 % ના ખર્ચની ખેતી કરી લાખોની કમાણી કરે છે આ ખેડૂત
ખેડામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદનું પુન આગમન થતા નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. કપડવંજમાં તોફાની 13 મિ.મી વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, એનડીઆરએફની 15 ટીમ પૈકી 5 ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે. જે પૈકી વલસાડમાં 1, સુરતમાં 1, નવસારીમાં 1, રાજકોટમાં 1, રાજકોટ અને ગીર સોમનાથમાં 1-1 ટીમ ડિપ્લોઇ કરાઇ છે. જ્યારે 8 ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube