માન્યામાં નહી આવે પણ સાચું છે!!! 0 % ના ખર્ચની ખેતી કરી લાખોની કમાણી કરે છે આ ખેડૂત

ધીરુભાઈ (Dhirubhai) એ પોતાના ખેતરમાં મગફળી કપાસ સહીત અનેક નું વાવેતર કર્યું પણ નુકશાન થતાં અને ખર્ચ વધી જતાં તેમણે અનોખી ખેતી કરવાનું વિચાર્યું. 

માન્યામાં નહી આવે પણ સાચું છે!!!  0 % ના ખર્ચની ખેતી કરી લાખોની કમાણી કરે છે આ ખેડૂત

ભાવિન ત્રિવેદી, જુનાગઢ: આપે અનેકવાર ખેડૂત (Farmer) આ મોઢે સાંભળ્યું હશે કે ખેતી ખુબ મોંઘી અને ખર્ચાળ બની ત્યારે જૂનાગઢ (Junagadh) ના ધંધુસર ગામના ખેડૂતે 0 % ના ખર્ચની ખેતી કરી એ પણ મલબારી લીમડા (Neem) ની જેમાં એક રૂપિયાના ખર્ચ વગર 5 વર્ષે લાખો રૂપિયાનીની કમાણી કરશે.

જૂનાગઢ વંથલી તાલુકાના ધંધુસર ગામના ખેડૂત ધીરૂ ભાઈ દીવરાણીયાના ખેતરના જેને પોતાની 14 વીઘા જમીનમાં 2500 જેટલા મલબારી લીમડા (Malabar Neem) નું વાવેતર કર્યું હતું. મલબારી લીમડા (Malabar Neem) ની ખેતીમાં રાજ્ય સરકાર 24 રૂપિયા સબસીડી (Subsidy) આપે છે. તેની સામે મલબારી લીમડા (Malabar Neem) ના વાવેતરમાં એક રોપાની કિંમત 15 રૂપિયા આસપાસ થાય છે. 

ત્યારે મલબારી લીમડા (Malabar Neem) નું ઝાડ 4 થી 6 વર્ષમાં 30 ફૂટ ઊંચું વૃક્ષ બને છે અને થડ પણ 3 ફૂટ ઝાડુ થાય છે. ખેડૂતે માત્ર લીમડાની ઊંચાઈ વધે તેમ તેની આસપાસની ડાળીઓનું કટીંગ કરવા સીવાઈ અન્ય કોઈ ખર્ચ થતો નથી. કોઈ રાસાયણીક ખાતર કે અન્ય કોઈ દવાનો છટકાવ કરવામાં આવતો નથી અને માલબારી લીમડાના ઝાડમાંથી પ્લાઈવુડ બને છે અને તેની બજાર કિંમત ખુબ ઊંચી છે. 

ત્યારે ધીરુભાઈ (Dhirubhai) એ પોતાના ખેતરમાં મગફળી કપાસ સહીત અનેક નું વાવેતર કર્યું પણ નુકશાન થતાં અને ખર્ચ વધી જતાં તેમણે અનોખી ખેતી કરવાનું વિચાર્યું. ત્યારબાદ મલબારી લીમડા (Malabar Neem) ની ખેતી કરી આજે તેના ખેતર ના 14 વીઘા જમીનમાં ત્રણ વર્ષના મલબારી લીમડા જોવા મળી રહ્યા છે અને ઝાડના થડ પણ મોટા થઇ ગયા છે. ત્યારે ધીરુભાઈ એ પરંપરાગત ખેતી ની સાથે અનોખી ખેતી કરી અને 40 થી 50 લાખ ની કમાણી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news