ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાત ગારમેન્ટ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં કોટ વિસ્તારની અંદર અને બહાર ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે જોડાયેલ તમામ માર્કેટને લૉકડાઉનને સમયમાં ખોલવા દેવા અંગે રજૂઆત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા વિપારીની ઓફિસ અને ફેક્ટરીઓ અમદાવાદના અલગ અલગ 12 જેટલા વોર્ડમાં કાર્યરત છે. કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલી લગભગ તમામ ફેક્ટરીઓ બંધ છે. 


ગરમીની મુખ્ય સીઝનમાં ગારમેન્ટ ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એસોસિએશને પોતાના પત્રમાં કહ્યું કે, ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારોની રોજીરોટી પર પણ પ્રશ્ન ઉપસ્થિત થશે. આથી એસોસિએશને ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ વેપારીઓની ઓફિસ અને ફેક્ટરી ખોલવા માટે મંજૂરી આપવાની રજૂઆત કરી છે. 


અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 11 હજારને પાર, અત્યાર સુધી 764 મૃત્યુ  


આ સાથે ગારમેન્ટ એસોસિએશને ઈલેક્ટ્રીક ચાર્જમાં રાહત આપવાની પણ માગ કરી છે. શહેરી વિસ્તારોની અંદર કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ અને  ભાડુઆતની પ્રોપર્ટીમાં તેનાથી પણ વધારે ટેક્સ કોર્પોરેશન દ્વારા લેવામાં આવે છે. જેને નાબુદ કરવાની માગ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર