પાણીના કકળાટ વચ્ચે ઓલપાડના ખેડૂતોની સફળ ખેતી, ઓછા ખર્ચે મળ્યો વધુ નફો
ઓલપાડ તાલુકામાં ડાંગર, શાકભાજી અને શેરડીનો પાક લેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ઉકાઇ જળાશયમાં સિંચાઈનું પાણી ઓછું હોવાની વાત સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
કિરણસિંહ ગોહિલ, સુરત: સિંચાઇના પાણીના કકળાટ વચ્ચે ઓલપાડના પૂર્વ વિસ્તારના ખેડૂતોએ શાકભાજી અને શેરડીનો પાક છોડી માધુરીનો પાક લેતા ચાલુ વર્ષે મબલખ પાક થયો છે. માધુરીનો પાક ત્રણ માસમાં તૈયાર થવાની સાથે ઓછા ખર્ચે વધુ પાકનું ઉત્પાદન થતું હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુમાં વાંચો: અમદાવાદ: માલધારીઓ મુદ્દે પૂર્વ MLA ભવન ભરવાડે લખ્યો સીએમ અને ગૃહમંત્રીને પત્ર
સામાન્ય રીતે ઓલપાડ તાલુકામાં ડાંગર, શાકભાજી અને શેરડીનો પાક લેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ઉકાઇ જળાશયમાં સિંચાઈનું પાણી ઓછું હોવાની વાત સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી ચાલુ વર્ષે ડાંગરનો પાક નહીં લેવા કહેવામાં આવ્યું હતું. તો બીજી બાજુ કેનાલોમાં સિંચાઇ માટે રોટેશન મુજબ પાણી છોડવામાં આવ્યા હતા. પરંતુ ટેઇલ વિસ્તારના અસંખ્ય ગામો સુધી સિંચાઇના પાણી નહીં પહોંચતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જે ખેડૂતોએ શેરડી, ડાંગર અને શાકભાજીનો પાલ લીધો હતો. તે ખેડૂતો પાતના પાકને બચાવવા માટે ટેન્કરો દ્વારા વેચાતું પાણી લેવા મજબૂર બન્યા હતા.
વધુમાં વાંચો: જૂનાગઢ: મીડિયા કર્મી પર લાઠીચાર્જ મામલે 1 PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
ત્યારે ઓલપાડના પૂર્વ વિસ્તારના 5થી 7 ગામના ખેડૂતોએ શેરડી, શાકભાજી, ડાંગર છોડી માધુરીનો પાક લીધો છે અને તેઓ સફળ રહ્યાં છે. સામાન્ય રીતે માધુરીએ શક્કર ટેટીનો એક ભાગ છે અને તે કાળી માટીમાં પાક લેવામાં આવે છે. આ પાક ત્રણ મહિનામાં જ તૈયાર થઇ જાય છે. આ પાકનું સારું એવું ઉત્પાદન અને સારો ભાવ મળે છે. જ્યારે શેરડીના પાકની દોઢ વર્ષ સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને ચાલુ વર્ષે સિંચાઇના પાણીનો કકળાટ છે. તેવા સમયે માધુરીનો પાક ઓછા પાણીમાં અને ઓછા સમયમાં મબલખ થતો હોય છે. ઓલપાડના પૂર્વ વિસ્તારના ખેડૂતોએ માધુરીનો પાક મોટા પ્રમાણમાં બનાવી મબલખ પાક લીધો છે.
વધુમાં વાંચો: પાણીનો પોકાર: આ ગામમાં આઠ દિવસે એક જ વાર મળે છે પીવાનું પાણી
ખેડૂતોના ખેતરમાં મબલખ પાક થતા સુરતના ફ્રૂટના વેપારીઓ ગામડાની વાત પકડી છે. ખેડૂતોના ભાવે ખેડૂતોના ખેતરમાંથી મોટા પ્રમાણમાં માધુરી નામના ફ્રૂટની ખરીદી કરી સુરત જેવા શહેરમાં તેમના ભાવે વેચી ખેડૂતો અને વેપારીઓ સારી એવી આવક રડી રહ્યાં છે. એટલે પ્રગતિશીલ ખેડૂતો કોઇ પણ પરિસ્થિતિમાં રસ્તો શોધી લેતા હોય છે. આજે ઓલપાડના પૂર્વ વિસ્તારમાં સાંધીએર, પરિયા, માધર, ખલિફા, અછારણ જેવા અનેક ગામોના ખેડૂતો માધુરીનો પાક મેળવી પોષણ શ્રમ બાવ મેળવી રહ્યા છે. માધુરી ફળ ઉનાળામાં સ્વાસ્થ્ય વર્ધક અને શરીરને ઠંટક આપનારૂં છે લોકો હોંશે હોંશે ખરીદી ખાતા હોય છે.
જુઓ Live TV:-