વડોદરા: મંગળબજારમાં ત્રણ માળની દુકાનમાં અચાનક લાગી ગઇ ભયાનક આગ
શહેરના પ્રખ્યાત મંગળ બજાર માં આવેલી રાકેશ ઇલેક્ટ્રોનિક ની દુકાન માં આગ લાગી. આગના કારણે ત્રણ માળની દુકાનોમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા. ફાયર બ્રિગેડને આગની જાણ કરતા ફાયરની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ખૂબ જ સાંકડી જગ્યામાં આવેલી રાકેશ ઈલેક્ટ્રોનિક્સ દુકાનમાં આગ લાગવાના કારણે ઇલેક્ટ્રોનિક્સનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. જોકે ત્રણ માળ સુધી આગના ઘૂમાડા પ્રસરી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને દુકાનનું શટર તોડીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના પ્રખ્યાત મંગળ બજાર માં આવેલી રાકેશ ઇલેક્ટ્રોનિક ની દુકાન માં આગ લાગી. આગના કારણે ત્રણ માળની દુકાનોમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા. ફાયર બ્રિગેડને આગની જાણ કરતા ફાયરની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ખૂબ જ સાંકડી જગ્યામાં આવેલી રાકેશ ઈલેક્ટ્રોનિક્સ દુકાનમાં આગ લાગવાના કારણે ઇલેક્ટ્રોનિક્સનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. જોકે ત્રણ માળ સુધી આગના ઘૂમાડા પ્રસરી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને દુકાનનું શટર તોડીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.
રાજકોટમાં Instagramનો FRIEND ગાડી લઇને તરૂણીને લઇ તો ગયો પણ...
ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગના કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું. જોકે ઉપરના બાકીના માળ સલામત રહ્યા, ત્યાં માત્ર આગના ધુમાડા નીકળ્યા હતા. તમામ દુકાનોના શટર પણ તોડીને ફાયર બ્રિગેડની ટીમોને ચેકિંગ કર્યું અને થોડાક કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ ફાયર બ્રિગેડની ટીમે મેળવી લીધો. આજે સોમવાર હોવાના કારણે બજાર બંધ હતું જેના કારણે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ ન બન્યો.
રાજહંસ બન્યા ભાવનગરનાં મહેમાન, હિમાલય સર કરીને આવે છે પક્ષીઓ
આગ લાગતાં લોકો દુકાનમાં બચેલો સમાન બહાર કાઢ્યો. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા. જેના કારણે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ફાયર સ્ટેશન અધિકારીએ કહ્યું કે દુકાનમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો હતા નહિ. જેના કારણે દુકાનનું ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખવામાં આવશે. સાથે જ દુકાન માલિક સામે કાર્યવાહી કરાશે. આગ લાગવાનું હજી કારણ નથી જાણી શકાયું પરંતુ શોર્ટ સર્કિટ કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube