અમદાવાદ : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની માંગ સાથે ઉતરેલા યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આક્રમક સુર અચાનક મીઠા મોરલી જેવા થઇ ગયા છે. યુવરાજસિંહને અચાનક બ્રહ્મજ્ઞાન થયું છે કે 6 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા રદ્દ થઇ શકે નહી. સરકાર અને અધિકારીઓને મળ્યા બાદ અચાનક આક્રમક યુવરાજસિંહ શાંત અને સોમ્ય બની ગયા છે. વિદ્યાર્થી નેતા તરીકે પોતાની ઓળખ પ્રસ્તાપિત કરી ચુકેલા યુવરાજસિંહે સરકાર સાથે 2 બેઠક બાદ જ તેના તેવર બદલાઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિન સચિવાલય ક્લાર્કમાં ભીનુ સંકેલાયું,પરીક્ષા પણ નહી,પરિણામ પણ નહી માત્ર લોલિપોપ!

યુવરાજસિંહે ગૃહમંત્રી સાથેની પત્રકાર પરિષદ બાદ જણાવ્યું કે, સીટ વિદ્યાર્થીઓનાં અને સત્યનાં હિતમાં જ નિર્ણય લેશે. આટલા મોટા પ્રમાણમાં લેવાયેલી પરીક્ષા રદ્દ થઇ શકે નહી. આ ઉપરાંત સીટનો જે નિર્ણય આવે તે પ્રમાણે કરવા માટે સરકાર બાદ્ય થઇ છે. જ્યાં સુધી સીટનો અહેવાલ નહી આવે ત્યાં સુધી સરકાર પરિણામો પણ જાહેર નહી કરે. સીટમાં ઉચ્ચ લેવલનાં અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટમાં ગૌણસેવા પસંદગી મંડળનો એક પણ વ્યક્તિ નથી. તમામ બાબતે સમુસુતરુ પાર પડશે તેવી બાંહેધરી સાથે તેણે પણ સરકારી જવાબ આપ્યો હતો. શું પરીક્ષા રદ્દ થશે તેવા સવાલનો રાજ્યગૃહમંત્રી અને યુવરાજસિંહે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. 


Bin Sachivalay Clerk Exam: સરકાર વિદ્યાર્થીઓની સાથે છે, સકારાત્મક વાતાવરણમાં વાતચીત ચાલુ છેઃ સીએમ વિજય રૂપાણી


Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ કરાવીને જ રહીશું- યુવરાજસિંહ


બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. જો કે આ મુદ્દે ગરમાઇ રહેલા રાજકારણને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ જ બેઠક બોલાવીને વિદ્યાર્થીઓની માંગ અને વચ્ચેનો માર્ગ કાઢ્વા માટે વચલો માર્ગ કાઢ્યો હતો.


વડોદરા : જે અવાવરું જગ્યા પર સગીરા સાથે દુષ્કર્મ થયું ત્યાં પહોંચ્યા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ


આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધિ હતી. પ્રદિપસિંહ જાડેજાની સાથે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ હાજર છે. વિદ્યાર્થીઓના આંદોલન અંગે ગૃહરાજ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. 6 લાખથી વધારે પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને જે પરેશાની થઇ તે મુદ્દે સરકાર ગંભીર છે. ઉમેદવારોની રજુઆતને ધ્યાને લઇને સતત સરકાર ચિંતિત અને કાર્યરત છે. વિદ્યાર્થીઓએ શાંતિથી આંદોલન કર્યું તે ખુબ જ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube