હાર્ટએટેકથી આજે ત્રણના મોત : રાજકોટમાં 2 અને વડોદરામાં ત્રણ લોકોના ધબકાર બંધ થયા
Sudden cardiac arrest : રાજકોટમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં વધુ બે લોકોનાં મોત... થોરાળાના 38 વર્ષના ગુણવંત ચાવડા અને ગાંધીગ્રામના 52 વર્ષીય પરશોત્તમ જાદવનું થયુ મોત... હાર્ટ એટેકથી મોતના કેસ વધતાં લોકોમાં ચિંતા વધી..
Heart Attack Death In Gujarat : ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. નવરાત્રિના પર્વમાં જ્યાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા થઈ રહ્યા હતા, તે નવરાત્રિના બાદ પણ સતત થઈ રહ્યાં છે. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આજે પણ રાજકોટમાં હાર્ટએટેકથી બે મોત નોંધાયા છે. તો વડોદરામાં હાર્ટએટેકથી એકના મોતથી કુલ આંકડો ત્રણ પર પહોંચ્યો છે.
રાજકોટમાં બેના મોત
રાજકોટમાં હાર્ટ એટેકથી છેલ્લાં 24 કલાકમાં વધુ બેના મોત થયા છે. થોરાળા વિસ્તારમાં આવેલ ગોકુલપરામાં રહેતા 38 વર્ષીય ગુણવંતભાઈ ચાવડાનું હૃદય બેસી ગયું હતું. તો ગાંધીગ્રામ વિસ્તારમાં ગોવિંદનગરમાં રહેતા 53 વર્ષીય પરષોત્તમભાઈ જાદવનું હાર્ટ એટેકથી મોત થયું છે. બંનેને સારવારમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
બ્રેકિંગ ન્યૂઝ : લાખો ST કર્મચારીઓને ખુશખબર, સરકારે કરી પગાર વધારીની જાહેરાત
વડોદરામાં એકનું મોત
વડોદરામાં હાર્ટ એટેકના કારણે વધુ એકનું મોત નિપજ્યું છે. શહેરના હરણી સમા લિંક રોડ પર મોટનાથ રેસીડેન્સીમાં રહેતા ભરત સુથારને હાર્ટ એટેક આવ્યો હતો. 49 વર્ષના ભરત સુથાર નું હાર્ટ એટેકથી મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભરત સુથાર ખાનગી કંપનીમાં HR વિભાગમાં નોકરી કરતા હતા. બુધવારે સવારે પીઠમાં દુખાવાની પત્નીને જાણ કરી નોકરી પર ગયા હતા, જ્યાં કામ કરતા સમયે જ હાર્ટએટેક આવ્યો હતો.
વેક્સીનનાના કારણે હાર્ટ એટેક નથી આવી રહ્યાં
તાજેતરમાં જ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, હાર્ટએટેક બનાવોમાં વેક્સિન જવાબદાર નથી. આ પ્રકારના બનાવો બનતા જ રહે છે. જો કે જીવનશૈલી અને ખાણીપીણીની રીત પણ જવાબદાર હોઈ શકે છે. અત્યારે સંશોધન ચાલી રહ્યું છે સમગ્ર ભારતમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યાં છે. વેક્સીનનાના કારણે હાર્ટ એટેક નથી આવી રહ્યાં. આઈસીએમઆર દ્વારા પણ આ બાબતે અગાઉ સ્પષ્ટતા થઈ હતી. સરકાર દ્વારા પણ બેઠકો થઈ રહી છે. આમાં જીવન શૈલી પણ મહત્વની બાબત છે. હાર્ટ એટેક બાબતે એટોપ્સી કરવામાં આવી રહી છે. હાર્ટ એટેક બાબતે થઈ રહેલી તપાસમાં એટોપ્સીના અભ્યાસ બાદ જ ચોક્કસ કારણ સામે આવી શકે છે.
મહેસૂલ વિભાગમાં દિવાળી આવી : મામલતદારોને મોટાપાયે બદલી અને પ્રમોશનના ઓર્ડર છૂટ્યા
હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ અમદાવાદમાં વધુ જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં હાર્ટએટેકના કેસમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ છે. હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ વધુ જોવા મળી રહ્યા છે. હાર્ટ એટેક એટલે હાર્ટની ધમનીઓ કામ કરતી બંધ થઇ જવી, હાર્ટ કેરેસમાં એકાએક સંપૂર્ણ હાર્ટ કામ કરતુ બંધ થઇ જવું. પાછલા કેટલાક સમયમાં લોકો ગરબા રમતા કે ક્રિકેટ રમતા એકાએક હાર્ટ કેરેસનો શિકાર બન્યા છે. તેથી હૃદય સંબંધી સમસ્યાથી બચવાં સ્ટ્રેસ ટાળવો જોઈએ. કામની વચ્ચે બ્રેક લેવું જોઈએ.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : શિયાળા માટે હજી આટલા દિવસ રાહ જોવી પડશે