છોટાઉદેપુર : જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી માધ્યમિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ પણ કબ્જે લીધી છે. મહિલાએ આ પત્રમાં લખ્યું છે કે, તે કોઇના દબાણ કે અન્ય કોઇ કારણથી નહી પરંતુ પોતાની જાતે જ આપઘાત કરી રહી છે. છેલ્લા ઘણા મહિનાથી તે માનસિક વિડંબનાઓનો સામનો કરી રહી હતી. આ સાથે જ તેણે પોતાનાં સાસરીયા અને પિયર પક્ષનાં સ્વજનનોની માફી માંગી છે. પત્રમાં પતિને સંબોધિને લખ્યું છે કે, બંન્ને બાળકોને સાચવજો. હું તમને ખુબ જ પ્રેમ કરૂ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tesla ની કાર મુંદ્રામાં અને Google નો ફોન ધોલેરામાં બનશે? જાણો કઇ રીતે


મહિલાએ લખ્યું કે, હું ડામોર ભાવના હોશમાં રહીને ચિઠ્ઠી લખુ છું. મારા મોત માટે કોઇ જ જવાબદાર નથી. છેલ્લા અનેક મહિનાથી મારી માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. મારા વિચારો મારા કાબુમાં નથી. હું હારી ચુકી છું. મે ઘણી હિમ્મત કરીને આગળ વધવા માટે મારુ મગજ ગાંડુ થઇ ચુક્યું છે. મને સતત મરવાના વિચારો આવ્યા કરે છે. હું અને મારા પતિ એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ. ભગવાને મને ખુબ આપ્યો તેની આભારી છું. મારો જીવ એવા મારા બંન્ને બાળકો અને મારા પતિએ અમને ખુબ સપોર્ટ કર્યો. અમે બંન્ને એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે, મારા ગયા પછી મારા પતિ મારા બાળકોને દુખી નહી થવા દે. તે મારા કરતા પણ વધારે બાળકોનું ધ્યાન રાખશે. હું સૌ કોઇની માફી માંગુ છું. 


Surat : બીજાના ઝઘડામા વચ્ચે પડેલા મિત્રએ જ મિત્રની ગળું કાપીને હત્યા કરી


હું મારા પપ્પાનું અભિમાન હતી પરંતુ સોરી પપ્પા મને માફ કરજો. મારી સ્થિતિ એટલી ખરાબ છે કે, મારી લાગણીને શબ્દોમાં લખી પણ નથી શકતી. મારો અનુભવ કહુ છું કે મરવાનું પણ સહેલું નથી. મારા સાસરીમાંથી કોઇ દુખ નથી. બધા મને સારી રીતે સાચવે છે. કોણ મા પોતાના બાળકોને મુકીને મરી જાય છે પણ મારાથી આ પગલું ભરાઇ જવાનું છે. ભગવાન મને ઉપર લઇ જઇને જે સજા આપવી હોય તે આપશે. હું ડાયાબિટીસની પેશન્ટ છું. રોજનાં ચાર ઇન્જેક્શન લઇ રહી છું. ક્યા સુધી આવી રીતે જીવીશ. મારા વ્હાલા મિત્રો અને સ્નેહીજનો પણ મારી ઓચિંતી વિદાય સ્વિકારશે નહી. હું તમામની માફી માંગું છું. શાળાના બધા કાગળ બેગમાં હશે. સાથી શિક્ષક મિત્રો પણ મને માફ કરશે. આ પ્રકારે અડધામાં મારી કામગીરી અધુરી મુકીને જઇ રહી છું. 


AAP ના નેતાઓ પર થયેલા હુમલા વિશે નીતિન પટેલે શું કહ્યું....


પોલીસ ટીમ મારા મોત માટે મારા પરિવારને જવાબદાર સમજીને પરેશાન ન કરે. મારુ પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી. હું જાતે જ આ પગલું ભરી રહી છું. આ ઉપરાંત અનેક સગા સંબંધીઓનાં નામ લખીને તેમની પણ માફી માંગી છે. હું અનેક લોકો માટે પ્રેરણા દાયક હતી પરંતુ મારા આ પગલાથી તમામના હૃદયમાં મારૂ સ્થાન શુન્ય થઇ જશે. હું તમામની ગુનેગાર છું. મને ગામડે લઇ જવાની જરૂર નથી. અહીં જ મારા અંતિમ સંસ્કાર કરશો. માય લવ જય, મારા પતિ હું તમારા બધાની સૌથી મોટી ગુનેગાર છું કે આમ અધવચ્ચે બધાને છોડી જઉ છું. લવ યુ સો મચ. મારા બાળકને સાચવજો. લિ. ડામોર ભાવનાબેન બાબુભાઇ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube