રાજકોટ: રૈયા રોડ પર રહેતા તેજસ જયેશભાઇ ચુડાસમાએ શુક્રવારે મોડી સાંજે મોરબી રોડ પર આવેલા 120 નંબરની ફાટક પાસે ટ્રેન હેઠળ જંપલાવીને આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કાયદેસર કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેજસભાઇના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું મરી જાઉ છું, મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી કે કોઇનો વાંક નથી. મારી ડેડબોડી આ મોબાઇલ નંબર પર સંપર્ક કરીને પહોચાડી દેજો. પોલીસે મોબાઇલ નંબર પર સંપર્ક કરતા મરનાર વ્યક્તિ તેજસ હોવાની ઓળખ થઇ હતી. મૃતક રાજીવનગરમાં રહેતા હતા. શુક્રવારે બપોરે બાઇક લઇને ઘરેથી નિકળ્યાં બાદ સાંજના સમયે આ પગલું ભર્યું હતું. 

તેજસભાઇ ચુડાસમાં પરિવારનો એકમાત્ર પુત્ર હતો. તેમના પત્નીનું નામ તેજલબેન છે. સંતાનમાં દોઢ વર્ષનો એક પુત્ર છે. લોકડાઉન અગાઉ તે ભારત બેંઝ નામની કંપનીમાં કામ કરતા હતા. લોકડાઉનમાં નોકરી છુટી જવાના કારણે તે ટેન્શનમાં રહેતા હતા. જેના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં માની રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube