રાજકોટ : રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. માત્ર વીસ વર્ષની આ વિદ્યાર્થીની આર્કિટેક્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ વિદ્યાર્થીનીના સુસાઇડ પછી તેની સુસાઇડ નોટ પણ મળી આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેકિંગ ન્યૂઝ : કોબા પાસે ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ


આ ઘટનાની વિગતો જોઈએ તો શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ રવિ પાર્ક-2માં રહેતી રૂત્વી નિતીનભાઇ કોઠીયા (ઉ.વ.20) નામની વિદ્યાર્થિનીએ ઘરમાં બારીની જાળીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રૂત્વી આર્કિટેકમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી હતી. સુસાઇડ પછી આપઘાત કરતા પહેલા રૂત્વી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, Next life better.


ગીતા રબારીના ડાયરામાં એટલા બધા રૂપિયાનો થયો વરસાદ કે Video જોઈને ફાટી જશે આંખો


પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રૂત્વી VVP કોલેજ પાસે આવેલી આર્કિટેક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. રૂત્વીને આ અભ્યાસ કરવો ગમતો નહોતો અને હવે ફિલ્ડ બદલી શકાય તેમ નહોતું. આ કારણે તે કેટલાક દિવસોથી સતત ટેન્શનમાં હતી અને ચાર-પાંચ દિવસથી કોલેજે જવાનું પણ બંધ કરી દઇ સુતી રહેતી હતી. રૂત્વીના પિતા કોન્ટ્રાક્ટ રાખી કામ કરે છે. તેઓ કામ માટે ઇન્દોર ગયા હતાં. જોકે આ વિદ્યાર્થીની સમસ્યા પર પરિવારે કોઈ લક્ષ નહોતું આપ્યું જેના કારણે દબાણ વધી ગયું હતું અને વિદ્યાર્થીનીએ સુસાઇડ જેવું આંત્યાતિક પગલું લઈ લીધું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક