બ્રેકિંગ ન્યૂઝ : કોબા પાસે ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

ગાંધીનગર નજીકના કોબા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગુડાની ગટર લાઇન નાખતી વખતે મોટો અકસ્માત થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ : કોબા પાસે ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

હિતલ પારેખ, ગાંધીનગર : ગાંધીનગર નજીકના કોબા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગુડાની ગટર લાઇન નાખતી વખતે મોટો અકસ્માત થયો છે. આ ગટન લાઇન વખતે ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા હતાં. આ અકસ્માતમાંથી ચાર મજૂરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડ દ્વારા એક મજૂરને બહાર લાવવાની કામગીરી ચાલી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે પાંચમા મજૂરને પણ સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે, હાલ ચાર ઇજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. હાલ આ દુર્ઘટનામાં જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. હાલ રાહતની કામગીરી ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news