અમગાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ પાંચાળ ભૂમિ સુરેન્દ્રનગરથી કરાવ્યો છે. જળ ક્રાંતિનું આ અભિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સુરેન્દ્રનગરના સમગ્ર વિસ્તારને તૃપ્ત કરશે અને ખેતી માટે પીવા માટે પાણી મળી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો. આ વર્ષે સમગ્ર રાજ્યમાં આ જળ અભિયાન લોક ભાગીદારીથી મિશન મોડમાં ઉપાડીને જળ સંકટ દૂર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિજય ભાઈ રૂપાણીએ આ અભિયાનથી ગુજરાતને સાચા અર્થમાં સુજલામ સુફલામ મલયજ શિતલામ બનશે એમ પણ ઉમેર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: શાહ પરિવારે છપાવી અનોખી કંકોત્રી, પુત્રના લગ્નને પરિવારને કરી કંઇક આવી અપીલ


સુજલામ સુફલામના આ અભિયાનની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે.
- સમગ્ર રાજ્યમાં કુલ આશરે 13834 કામો રૂ. 33009 લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન છે, જેમાંથી આશરે 14000 લાખ ઘન ફૂટ જથ્થાનો જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે.
- લોકભાગીદારીથી આશરે 3524 તળાવો/ ચેકડેમો/ જળાશયો ઉંડા ઉતારવા/ ડીસિલ્ટીંગની કામગીરી કરવામાં આવશે.
- લોકભાગીદારીથી હાથ ધરવાના કામો માટે માટી/ મુરમના ખોદાણના ભાવ રૂ. 30 પ્રતિ ઘન મીટર નક્કી કરવામાં આવેલ છે, જેમાંથી 60 ટકા રકમ સરકારશ્રી તથા 40 ટકા રકમ સ્વૈચ્છિક સંસ્થાઓ/ દાતાઓ દ્વારા ભોગવવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે
- મનરેગા યોજના હેઠળ 4238 તળાવો અને ચેકડેમો ઉંડા કરવા અને પરંપરાગત જળસ્ત્રોતોના નવીનીકરણ કરવાના કામો, માટીપાળા, ખેતતલાવડી જેવા કામો હાથ ધરવામાં આવશે.
- રાજ્યમાં આશરે 184 નવા તળાવો બનાવવાનું આયોજન છે.
- અભિયાન હેઠળ જ્યાં સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં પાણીના આવરા બાબતની ખરાઇ કરી તળાવ માટેની જમીન માટે 7/12માં તબદિલ કરવાની કામગીરી પૂર્ણ કરી જીલ્લાવાર નવા તળાવોનું બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
- હયાત તળાવોના વેસ્ટવિયરની મરામતના 220 કામો તથા ચેકડેમ મરામતના 1104 કામો વિભાગીય રીતે હાથ ધરવાનું આયોજન છે.
- નર્મદા તેમજ અન્ય સિંચાઇ યોજનાઓના નહેર નેટવર્કની આશરે 1700 કિ.મી. લંબાઇની નહેરોમાં સાફ સફાઇ તેમજ 740 કિ.મી. લંબાઇની કાંસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.


વધુમાં વાંચો: સુરતના વિદ્યાર્થીઓએ માનવતા મહેકાવી, શહીદ જવાનોને કરી કંઇક આ રીતે સહાય


રાજ્યની જુદી જુદી નદીઓને મનરેગા યોજના હેઠળ પુન: જીવીત કરવાની કામગીરી
- શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં રેઇન વૉટર હાર્વેસ્ટીંગ તેમજ નદીઓ-તળાવોમાં આવતુ પ્રદુષિત પાણી અટકાવવાની કામગીરી તથા તળાવ ચેકડેમ ડી-સીલ્ટીંગ વગેરે મળીને કુલ 651 કામો હાથ ધરવાનુ આયોજન છે.
- નદી કાંઠાઓ પર વૃક્ષારોપણની કામગીરી/ વન વિસ્તારમાં ચેકડેમ/ વન તલાવડી/ કન્ટુર ટ્રેન્ચ/ ચેકડેમ રીપેરીંગ/ ચકડેમ ડી-સીલ્ટીંગ/ તળાવ ઉંડા કરવા વગેરે મળીને કુલ 1070 કામો હાથ ધરવાનુ આયોજન છે.
- આ તમામ કામગીરી માટે આશરે 5000થી વધુ જેસીબી/ હિટાચી/ પોકલેન તથા 18000થી વધુ ટ્રેક્ટર/ ડમ્પરનો ઉપયોગ થનાર છે.
- સુજલામ સુફલામ જળ અભિયાનથી જળ સંગ્રહમાં આશરે 14000 લાખ ઘન ફૂટ જથ્થામાં વધારો થશે.
- ખોદકામ તથા ડીસિલ્ટીંગની કામગીરીથી નીકળનાર માટી/કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારના અન્ય વિકાસના કામોમાં થશે.
- પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવશે.
- સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હલ થશે
- સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ થશે
- ખેત ઉત્પાદનમાં વધારો થશે.
- પર્યાવરણમાં સુધારો થશે.
- પાણીનો બગાડ મહદઅંશે ઘટશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...