અમદાવાદઃ રાજ્યભરમાં ભારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનમાં સતત વધારાને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગરમીની સાથે રાજ્યમાં રોગચાળો પણ વકર્યો છે. ઉનાળો શરૂ થવાની સાથે હાઈ ફિવરના કેસોમાં 176 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં હાઈ ફિવરના કેસોમાં 176 ટકાનો વધારો જોવા મળ્યો છે. માત્ર માર્ચ મહિનામાં હાઈ ફિવરના 1102 કેસ સામે આવ્યા છે. એટલે કે માર્ચ મહિનો અને એપ્રિલના પ્રથમ 15 દિવસમાં રાજ્યમાં ફિવરના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં રોગચાળો વકર્યો
રાજ્યમાં માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થઈ હતી. ભારે ગરમીને કારણે લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાએ 108ને મળતા કોલમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં હાઈ ફિવરના કેસમાં 176 ટકાનો વધારો થયો છે. એપ્રિલના પ્રથમ 15 દિવસમાં પાછલા વર્ષની તુલનામાં 114 ટકા કેસ વધ્યા છે. સમગ્ર રાજ્યમાં એબ્ડોમીનલ પેઈનના 3796 કેસ નોંધાયા છે. વોમિટિંગ અને ડાયેરિયાના 2236 દર્દીઓ એપ્રિલમાં સામે આવ્યા છે. 


આ પણ વાંચોઃ ઝીરો ઈન્વેસ્ટમેન્ટ, પણ આ ફળથી લાખો કમાવે છે ગુજરાતના ખેડૂતો


સમગ્ર રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં 16 દર્દીઓ હિટસ્ટ્રોકનો શિકાર બન્યા છે. માર્ચ 2023માં ગરમીને કારણે બેભાન થવાના 5487 કેસ સામે આવ્યા હતા. તો એપ્રિલમાં ગરમીથી બેભાન થવાના 2662 દર્દીઓ સામે આવ્યા છે. 108 ઈમરજન્સી કોલ મામલે 107 ટકા સાથે ભરૂચ સૌથી મોખરે છે. ભરૂચ બાદ સુરતમાં 84 ટકા, વડોદરામાં 78 ટકા કેસ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં 65 ટકા દર્દીઓ નોંધાયા છે. 108ના સીઈઓએ જણાવ્યું કે 3500 જેટલા ઈમરજન્સી કોલ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube