ચેતન પટેલ/તેજશ મોદી/સુરત :દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી. સુમુલ ડેરી (sumul dairy) માં ચેરમન પદે બે દિવસ પહેલા ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવા માટે ચૂંટણી જંગ લડાયો હતો. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આજે 16 પૈકી 14 બેઠકો પરો મતગણતરી કરવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. જેમાં સત્તાધારી પેનલને 8 અને સહકાર પેનલની 8 બેઠકો પર જીત થઈ છે. ત્યારે હવે અંતિમ નિર્ણય પાર્ટીનો રહેશે. કારણ કે, સુમુલ ડેરીના આ ઈલેક્શનમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો. 


  • ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈનો 6-2 થી વિજય

  • 38 મતથી ઓલપાડના જયેશ દેલાડની જીત

  • રાજુ પાઠક 66 મતથી વિજયી, સામા પક્ષને 6 મત મળ્યાં

  • કામરેજમાં બળવંત પટેલની જીત

  • માનસિંગભાઈ પટેલનો 29 મતથી વિજય

  • નરેશભાઈ પટેલનો વાલોડ બેઠક પર જીત

  • વ્યારા બેઠક પર સિદ્ઘાંત ચૌધરીની જીત

  • માંડવી બેઠક પર રેસા ચૌધરીનો વિજય

  • નિઝર બેઠક પર ભરતભાઈ વિજયને 17 મત મળ્યા

  • ઉચ્છલમાં સુનિલ ગામીતનો વિજય

  • સોનગઢમાં કાંતિ ગામીતનો વિજય 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનગઢ બેઠક પર ટાઈ થઈ હતી 
તો સોનગઢ બેઠક પર ટાઈ થઈ હતી. જેથી અહી ચિઠ્ઠી ઉછાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મત રદ્દ થયો હતો. જેથી બંને ઉમેદવારોને 57 - 57 વોટ મળ્યા હતા. તો બીજી તરપ, સોનગઢ બેઠક પર રિકાઉન્ટીગની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પર રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના બાદ પણ ટાઈ થઈ હતી. આખરે સત્તાધારી પેનલના કાંતિ ગામીતની જીત થઈ હતી. 


ભાજપ વર્સિસ ભાજપનો જંગ 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ એક બીજા સામે લડી રહ્યા હતા. સમાધાન છતાં ક્રોસ વોટિંગ થયું હોવાની શક્યતા હતી. ચેરમેન રાજુ પાઠક અને પૂર્વ ચેરમેન માનસિંહ પટેલ આમને સામને હતા. જોકે, આ વખતે મંત્રી ગણપત વસાવાના જૂથે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. સવારે પોણા નવ કલાકની આસપાસ મત પેટી ગણતરી સ્થળે પહોંચી હતી. જેના બાદ મત પેટી ખોલવામાં આવી રહી છે. પહેલા રાઉન્ડમાં ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, બારડોલી અને માંગરોળના મતોની ગણતરી કરાઈ હતી. જેમાં 5 પૈકી 2 પર સત્તાધારી પેનલ અને 1 બેઠક પર સહકાર પેનલનો વિજય થયો છે. 


માનસિંહ પટેલનું પલડુ ભારે 
બંને પક્ષનો સરખી બેઠક મળતા હવે ફાઈનલ નિર્ણય પાર્ટીનો રહેશે. જેમાં માનસિંહ પટેલનું પલડુ ભારે હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર,  માનસિંહ પટેલના નામ પર વધુ જોર છે. કારણ કે, રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે. જેથી રાજુ પાઠકને ફરી સત્તા આપીને ભાજપ પક્ષી છબી ખરાબ કરવા નહિ માંગે. ડેરીમાં અન્ય સદસ્યોનો તેમના પર રોષ પણ છે. જેથી અંતિમ નિર્ણય પાર્ટીનો રહેશે. તો આ ઉપરાંત રજિસ્ટર મત માટેનો પણ એક ઓપ્શન છે. જેના માટે બોર્ડ મીટિંગ થશે. રજિસ્ટર એક મત આપી શકે છે. જેના પર આગળ વાત જઈ શકે છે. રજિસ્ટર સરકારનો જ હોય છે. સત્તાધારી પક્ષ પણ ભાજપનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર