અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના વાવ પંથકમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બીમાર બાળકને સાજો કરવા માટે ગરમ સળીયા અને ચિપિયાથી તેને ડામ આપવામાં આવ્યા છે. પણ, ડામ આપ્યા બાદ બાળક સાજો ન થતાં સારવાર માટે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારોબારીમાં કોંગ્રેસના નેતાઓ બોલ્યા, અમારા હારવાનું કોઈ કારણ ન હતું, ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે


ગુજરાત ભલે ગમે તેટલા વિકાસના રસ્તે આગળ વધ્યુ હોય, પણ કેટલાક પરા વિસ્તારમાં હજી પણ માન્યતાઓની ભરમાર છે. ગુજરાતના અનેક ગામડામાં અંધશ્રદ્ધા વ્યાપેલી છે. લોકો બાળકોને પણ અંધશ્રદ્ધાથી દૂર રાખતા નથી. આજે પણ કેટલાક લોકો સારવાર કરાવવા તબીબો પાસે જવાના બદલે ભૂવાઓ પાસે જતા હોય છે, આમાં તેઓ બાળકોને પણ બાકાત રાખતા નથી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બાળકોને ખાંસી, શરદી કે તાવ આવે તો અંધશ્રદ્ધાના નામે હજુ પણ અપાય છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠાના વાવ પંછકમાં બન્યો છે. અહી બીમાર બાળકને તેના માતાપિતા એક ભૂવા પાસે લઈ ગયા હતા, જ્યાં તેણે ગરમ સળીયા અને ચીપિયાથી બાળકને તાવ દૂર કરવા ડામ આપ્યા હતા. પણ બાળક સારુ ન થતા અંતે માતાપિતા તેને હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા. 


ડ્રગ્સના 135 પેકેટ શોધવા માટે BSFએ કચ્છનો દરિયો ખૂંદવાનું શરૂ કર્યું


ઉલ્લેખનીય છે કે, આવા અનેક બનાવો ગુજરાતમાં બનતા હોય છે, પણ ભાગ્યે જ કેટલાક કિસ્સાઓ બહાર આવતા હોય છે. વડીલો પહેલા તો ભૂવા પાસે લઈ જાય, પણ બાદમાં શરીરની પીડા વધી જતા દવાખાનાની વાટ પકડે છે. અનેક પરિવારો આવા કિસ્સાઓમાં ઢાંકપિછોડો કરતા હોય છે, અથવા તો હોસ્પિટલમાં તબીબોને ખોટી માહિતી આપે છે. અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ બાળકો જ બનતા હોય છે.