ડ્રગ્સના 135 પેકેટ શોધવા માટે BSFએ કચ્છનો દરિયો ખૂંદવાનું શરૂ કર્યું

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના દરિયામાંથી સતત ડ્રગ્સના પેકેટ મળી રહ્યા હતા, જેને પગલે ડ્રગ્સના સવાસો પેકેટને શોધવા માટે કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં મોટુ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, જે ડ્રગ્સ માટેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે. 
ડ્રગ્સના 135 પેકેટ શોધવા માટે BSFએ કચ્છનો દરિયો ખૂંદવાનું શરૂ કર્યું

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના દરિયામાંથી સતત ડ્રગ્સના પેકેટ મળી રહ્યા હતા, જેને પગલે ડ્રગ્સના સવાસો પેકેટને શોધવા માટે કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં મોટુ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, જે ડ્રગ્સ માટેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે. 

21મી મેના રોજ જખૌના દરિયામાંથી 214 ડ્રગ્સના પેકેટ સાથે 7 શખ્સો પકડાયા હતા. પકડાયેલા આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું હતુ કે, તેમણે બે સેટેલાઈટ ફોન તથા 135 જેટલા ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હતાં. કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં પડેલા ડ્રગ્સનાં પેકેટ કોઈ નિર્દોષ હાથમાં ન જતા રહે અથવા તો કોઈ નાપાક તત્વો તેનો દુરઉપયોગ ના કરે તે માટે કચ્છ પોલીસે દરિયો ખૂંદવાનું શરૂ કર્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી ક્રીક એરિયામાંથી પોલીસને છુટ્ટા છવાયા મળી રહ્યા છે. જેને કારણે સમગ્ર એરિયાને કોર્ડન કરીને એક જોઈન્ટ સર્ચ ઓપરેશન કરાયું છે. આજે વહેલી સવારથી કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં આ કવાયત કરાઈ હતી. કચ્છ પોલીસ, બીએસએફ તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડ તલાશી અભિયાન હાથ ધરાયું છે. જે અત્યાર સુધીની કદાચ આ સૌથી મોટી કાર્યવાહી હોવાનુ માનવામાં આવી રહ્યું છે. ચુનંદા 150 જેટલા પોલીસના ખાસ જવાનો, મરીન પોલીસ, ભારતીય તટરક્ષક દળ, સીમા સુરક્ષા દળ સાથે સંયુક્ત ઑપરેશન મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના છે. 

કોસ્ટગાર્ડ તથા બીએસએફ જહાજો ઉપરાંત સ્પીડબોટ થકી કચ્છનાં સમગ્ર દરિયાઇ વિસ્તારનાં એકેએક ભાગનું ઓપરેશન થશે. રવિવારે સવારે 6 વાગ્યાથી આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. જે મોડી રાત સુધી ચાલશે. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનનાં વિસ્તારમાં તૈયાર થયેલું ડ્રગ્સ કચ્છનાં દરિયાઇ માર્ગે શ્રીલંકા તરફ લઈ જવામા આવી રહ્યું હતું. મળેલી બાતમીના આધારે જહાજને દરિયામાં આંતરીને તેમાંથી કરોડો રૂપિયાનું મોટુ  પકડી પાડવામાં આવ્યું હતુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news