વિનાયક જાદવ/તાપી: સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં જંગલમાં વસતા ૧૧ લાખ જેટલા પરિવારોને જંગલ જમીન છોડવાના હુકમોને લઈને અન્યાય કરવા બાબતે તાપી જિલ્લામાં આદિવાસી સંગઠન દ્વારા માહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શ કર્યું. આદિવાસી એકતા અને વિકાસ આંદોલન નામની સંસ્થાએ તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા નગરમાં બંધનું એલાન આપી એક વિશાલ રેલીનું આયોજન કરી સુપ્રીમ કોર્ટ અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી જીલ્લાની આદિવાસી એકતા અને વિકાસ આંદોલન સંસ્થાના નેજા હેઠળ હજારો આદિવાસીઓ દ્વારા નીકળેલી રેલી વ્યારા નગરમાં પ્રવેશતા વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભુ બંધ કરી દીધી હતી .જ્યારે રેલી નગરમાં નીકળી અને તાપી જીલ્લા સેવા સદન ખાતે સભામાં ફેરવાઈ હતી. આદિવાસી નેતાઓએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિરોધમાં જલદ ભાષણો કરી ભારે જનમેદનીમાં સભાને સંબોધી હતી.


સિટી ક્લિન એર એક્શન પ્લાન માટે આ નગરપાલિકાએ વિશ્વ બેંક પાસેથી લેશે સહાય


સુપ્રીમ કોર્ટમાં વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ, નેચર કંજરવેશન સોસાયટી અને કંજર પેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરેલ અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 13 ફેબ્રુઆરી 2019ના રોજ 16 રાજ્યોના 11 લાખ 27 હજાર પરિવારોને જંગલ જમીન છોડવા આદેશ કરાયો હતો. જેને આદિવાસી એકતા અને વિકાસ આંદોલનના આગેવાનોએ ઐતિહાસિક અન્યાય ગણાવી સુપ્રીમ કોર્ટના આ આદેશને રદ કરવા તાપી કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક નિર્ણયની માંગ કરી હતી.


નાણાં ધીરનારની હત્યા, ઓફિસમાં ધૂસી ત્રણ શખ્શોએ કર્યું અંધાધૂત ફાયરિંગ


આદિવાસી એકતા અને વિકાસ આંદોલન દ્વારા યોજાયેલી રેલીને અનેક આદિવાસી સંગઠનોએ ટેકો આપ્યો હતો. જેમાં કેટલાક કોંગ્રેસી નેતાઓ દેખાતા કેટલાક આદિવાસી સંગઠનોના આગેવાનોએ તેમનો વિરોધ કર્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં જંગલમાં વસતા આદિવાસીઓ જોડાયા હતા. અને સરકારનો સખત વિરોધ કર્યો હતો.