અમદાવાદઃ ગુજરાતના સસ્પેન્ડેડ આઈપીએલ ઓફિસર સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સંજીવ ભટ્ટના ઘરના ગેરકાયદેસરના બાંધકામનો મામલો ચાલી રહ્યો હતો. આ બાબતે સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટને ઝટકો આપતા કહ્યું કે, જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. મનપાની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પહોંચી ગઈ હતી અને સંજીવ ભટ્ટના બંગલામાં રહેલી ગેરકાયદેસરની દીવાલ મહાનગર પાલિકાની ટીમે તોડી પાડી હતી. નવા પશ્ચિમ ઝોનના ડે. કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, એડિશનલ સીટી ઈજનેર સંજીવ ભટ્ટના નિવાસસ્થાને પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે સંજીત ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે નરેન્દ્ર મોદીની સાથે મણિનગરથી કોંગ્રેસની ટિકિટ પર 2012માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. સંજીવ ભટ્ટ ગુજરાત બેંચના આઈપીએસ અધિકારી છે અને અત્યારે નોકરીમાં નિયમિત હાજરી ન આપવાના મુદ્દે સસ્પેન્ડેડ છે.