Bilkis Bano Gangrape Case: બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં દોષિતોની સમય પહેલા મુક્તિ પર ગુજરાત સરકાર સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઘણા આકરા પ્રશ્નો પૂછ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખરે ગુજરાત સરકારે આ કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કેમ લીધો? મુક્તિ નિતિ હેઠળ આ કેદીઓને કેમ છોડવામાં આવ્યા, જ્યારે જેલ તો કેદીઓથી ભરેલી છે. બાકીના ગુનેગારોને આ રીતે સુધારવાની તક કેમ ન આપવામાં આવી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર, જાણો શું છે નવા નિયમો?


સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું છે કે નવી નીતિ હેઠળ આ રીતે અત્યાર સુધીમાં કેટલા દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે? ફાંસીની સજા પછી દોષિતોને જે મહત્તમ સજા થઈ શકે છે તે આજીવન કેદની હતી. તો પછી તે બધા 14 વર્ષની સજા ભોગવીને કેવી રીતે મુક્ત થયા?


દેશમાં રહેવા અમદાવાદ સૌથી સસ્તું અને મુંબઈ સૌથી મોઘું શહેર, જાણો તમારા શહેરની સ્થિતિ


સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિલ્કીસના દોષિતો માટે જેલ સલાહકાર સમિતિની રચના કયા આધારે કરવામાં આવી? કોર્ટે સલાહકાર સમિતિની વિગતો માંગી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું સીબીઆઈએ દોષિતોને મુક્ત કરવા વિરુદ્ધ પોતાનો અભિપ્રાય નહોતો આપ્યો, જ્યારે તેમને આ મુદ્દે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જ્યારે ગોધરા કોર્ટમાં કેસ ચાલ્યો ન હતો તો ત્યાંના જજ પાસેથી અભિપ્રાય કેમ માંગવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના અઘરા સવાલોથી ઘેરાયેલી સરકારે આ જવાબો આપવા પડશે. હવે આ મામલામાં આગામી સુનાવણી 24 ઓગસ્ટે થશે.


પીએમ મોદી અને અમિત શાહના ગણિતો અહીં જાય છે ફેલ, સમ ખાવા પૂરતી પણ એક સીટ નહીં મળે


2002માં ગુજરાત રમખાણો દરમિયાન ગેંગરેપઃ 
તમને જણાવી દઈએ કે 2002માં ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ થયો હતો. આ દરમિયાન બિલ્કીસ ગર્ભવતી હતી. આ ઘટનાને અંજામ આપતી વખતે ગુનેગારોએ બિલ્કીસના કેટલાક સંબંધીઓને પણ મારી નાખ્યા હતા. આ કેસમાં દોષિતો જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, વિપિન ચંદ્ર જોશી, પ્રદીપ મોઢડિયા, કેશરભાઈ વહોનિયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાને 2009માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ દોષિતોને ગયા વર્ષે 15 ઓગસ્ટે મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે તેમને મુક્ત કર્યા હતા.


અમદાવાદમાં તથ્યકાંડ પછી વડોદરાનું તંત્ર જાગ્યું! 10 ફ્લાય ઓવર પર મુકાશે આ સુવિધા