નવી દિલ્હી : સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનાર સીબીઆઇની વિશેષ અદાલતના જજ રહી ચૂકેલા બી એચ લોયાના કથિત શંકાસ્પદ મોતની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ સાથેની તમામ અરજીઓને ગુરૂવારે સુપ્રીમ કોર્ટે રદ કરી છે. આ અરજીઓમાં એસઆઇટી તપાસની માંગ કરવામાં આવી હતી. લોયાનું મોત 1લી ડિસેમ્બર 2014ના રોજ કથિત રીતે હ્રદય રોગના હુમલાથી એ વખતે થયું જ્યારે તેઓ પોતાના એક સહકર્મીના પુત્રીના લગ્નમાં હાજરી આપવા નાગપુર ગયા હતા. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા અને ન્યામૂર્તિ એ એમ ખાનવિલકર અને ડી વાઇ ચંદ્રચૂડની પીઠે 16 માર્ચે આ અરજી પર પોતાનો ફેંસલો અનામત રાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંડનમાં બેઠા બેઠા પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી


મહારાષ્ટ્ર સરકારે મુખ્ય ન્યાયાલયમાં દલીદી કરી હતી કે લોયાના મોતની સ્વતંત્ર તપાસ કરવાની માંગની તમામ અરજીઓ પ્રેરીત છે અને એનો ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બકરાર રાખવાની દુહાઇ આપી એક વ્યક્તિને નિશાન બનાવવાનું છે. રાજ્ય સરકારે લોયા કેસ મામલે કેટલાક વકીલો તરફથી મુખ્ય ન્યાયાલયના ન્યાયાધીશ પ્રતિ આક્રમક વલણ અપનાવવા અને આ મામલા સાથે જોડાયેલા આરોપો પર ફિટકાર કરતાં કહ્યું હતું કે, ન્યાયપાલિકા અને ન્યાયિક અધિકારોને આવા વ્યવહારથી બચાવવાની જરૂર છે.


 


પઠાણકોટ એરબેઝ પર ફરીથી આતંકી હુમલાનું ષડયંત્ર


સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસ મામલે ભાજપા અધ્યક્ષ અમિત શાહ, રાજસ્થાનના ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયા, રાજસ્થાનના વેપારી વિમલ પટણી, ગુજરાતના પૂર્વ પોલીસ વડા પી સી પાંડે, એડિશનલ પોલીસ મહાનિર્દેશક ગીતા જોહરી અને ગુજરાત પોલીસના અધિકારીઓ અભય ચૂડાસમા, એન કે અમીન આ કેસમાં અગાઉથી આરોપ મુક્ત થયા છે. પોલીસ કર્મીઓ સહિત કેટલાય આરોપીઓ  સામે હજુ સોહરાબુદ્દીન શેખ અને એની પત્ની કૌશરબી અને એના સાથી તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટર કેસ ચાલી રહ્યો છે. આ કેસની તપાસ બાદમાં સીબીઆઇને સોંપવામાં આવી હતી અને સુનાવણી ગુજરાતથી ખસેડી મહારાષ્ટ્રમાં સ્થળાંતરીત કરાઇ હતી.