સુરતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ફોટો શેર કરનારા 7 વિરૂદ્ધ ગુનો નોંધાયો, 4ની ધરપકડ
વિવિધ સોશિયલ મીડિયા સાઇટ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ફોટા શેર કરના વિરૂદ્ધ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફોટા શેર કરનાર સાત વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો
તેજસ મોદી, સુરત: વિવિધ સોશિયલ મીડિયા સાઇટ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ફોટા શેર કરના વિરૂદ્ધ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફોટા શેર કરનાર સાત વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:- સુરત: પાંડેસરા નજીક મિલમાં ભીષણ આગ, 18 ફાયર ફાઇટર ઘટના સ્થળે
સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ફોટા અને વીડિયો શેર કરવાને લઇને સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા કાર્યવાહીનો આદેશ આપ્યા બાદ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ચારે આરોપીઓએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ફોટા શેર કર્યા હોવાનો પોતાના ગુનાને કબુલ્યો હતો.
આ પણ વાંચો:- પોલીસ કમીશનર કચેરીની સુરક્ષામાં છીંડા, મહિલા નકલી IPS બની કન્ટ્રોલ રૂમ સુધી પહોંચી ગઈ
આ ઘટનાને પગલે સીઆઇડી ક્રાઇમ બ્રાંચના આદેશ બાદ રોહિત ગફિયા, જફર હસન અને આશારામ બિંદની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપીન રાજેશ સાંખટની તેના મોબાઇલ સાથે ધરપકડ કરવામાં આવતા તેના મોબાઇલ ફોનમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી તેમજ એડલ્ટ ફોટોગ્રાફીને લગતા વીડિયો પણ મળી આવ્યા હતા.
જુઓ Live TV:-