સુરત : ઘરેથી રમવા માટે નિકળેલા 4 બાળકો નદીમાં ડુબ્યાં, 40 કલાકે મૃતદેહ મળ્યાં
શહેરમાં ઉમરગામ નજીક તાપી નદીમાં ગત્ત 9 ડિસેમ્બરે નાહ્વા માટે ગયેલા 4 બાળકો પૈકી 3નાં ડુબી જવાના કારણે મોત નિપજ્યાં હતા. જ્યારે 1 બાળક બચી ગયું હતું. ચાર બાળકો પૈકી ડુબી ગયેલી 1 બાળકીનો મૃતદેહ 40 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો છે. એક જ પરિવારના ભાઇ-બહેનોનાં ડૂબી જવાનાં કારણે મોત નિપજ્યાં હતા જેના કારણે પરિવાર પર આભ ફાટ્યું હતું. પાર્લેપોઇન્ટના સુન્દરમ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા પ્રેમસિંહ થાપાની પુત્રી સુનિતા થાપા (10) પુત્ર પ્રતિપ થાપા (8) પોતાના મિત્રો રાહુલ અને નીરુ સાથે ઉમરાગામ નજીકનાં તાપીના કિનારે રમી રહ્યા હતા.
સુરત : શહેરમાં ઉમરગામ નજીક તાપી નદીમાં ગત્ત 9 ડિસેમ્બરે નાહ્વા માટે ગયેલા 4 બાળકો પૈકી 3નાં ડુબી જવાના કારણે મોત નિપજ્યાં હતા. જ્યારે 1 બાળક બચી ગયું હતું. ચાર બાળકો પૈકી ડુબી ગયેલી 1 બાળકીનો મૃતદેહ 40 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો છે. એક જ પરિવારના ભાઇ-બહેનોનાં ડૂબી જવાનાં કારણે મોત નિપજ્યાં હતા જેના કારણે પરિવાર પર આભ ફાટ્યું હતું. પાર્લેપોઇન્ટના સુન્દરમ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા પ્રેમસિંહ થાપાની પુત્રી સુનિતા થાપા (10) પુત્ર પ્રતિપ થાપા (8) પોતાના મિત્રો રાહુલ અને નીરુ સાથે ઉમરાગામ નજીકનાં તાપીના કિનારે રમી રહ્યા હતા.
અમદાવાદ: નશામાં ધુત્ત વૃદ્ધ વકીલે આશ્રમરોડ પર અકસ્માતોની વણઝાર સર્જી
જો કે રમતા રમતા અચાનક નદીમાં પડી ને ડુબી જવાના કારણે સુનિતા અને પ્રતિપનું મોત નિપજ્યું હતું. જ્યારે 4 વર્ષીય રાહુલ પુરણસિંહ વિશ્વકર્મા નામનો બાળક બચી ગયો હતો. અન્ય 7 વર્ષીય નીરુ પુરણસિંહ નામની બાળકી લાપતા થઇ ગઇ હતી. જો કે ફાયર દ્વારા સતત 40 કલાક સુધી રેસક્યું ઓપરેશન ચલાવાયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ બાળકોનાં મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જો કે ત્રણ બાળકો ડુબી જવાના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી.
સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને છેલ્લા શ્વાસ સુધી કેદમાં રાખવાનો આદેશ
બુધવારે બપોરે બનેલી ગોઝારી ઘટનામાં એક જ પરિવારનાં 3 બાળકોનાં મોતને કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેમના આક્રંદના કારણે લોકોમાં અરેરાટી વ્યાપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube